Get The App

કારગિલ યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષોનો પેચિંદો ઇતિહાસ રહ્યો છે.

બંકરો તૈયાર કરીને ૫૦૦૦ પાકિસ્તાન સૈનિકોએ ઘુસણખોરી કરી હતી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
કારગિલ  યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી. 1 - image

૧૯૭૧માં બાંગ્લાદેશ મુકિત સંગ્રામ પછી ભારતની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી 

પાકિસ્તાની ઘૂસણખોરોએ શિયાળામાં બરફ અને ઠંડીનો લાભ લઈને પ્રવેશ કર્યો હતો. તેમનો મુખ્ય ઉદેશ લદ્દાખ અને કાશ્મીર વચ્ચેના સંપર્કો તોડીને ખાસ તો લેહ રાષ્ટ્રીય માર્ગ પર કબ્જો કરીને ભારત પર દબાણ વધારવાનો હતો. પાકિસ્તાને કારગિલ નજીક સૈનિકોને ગુપ્ત રીતે તાલીમ આપીને મોકલ્યા હતા. પાકિસ્તાની સેનાએ જૂઠાણું ફેલાવ્યું હતું કે, આ અમારા સૈનિકો નહી પરંતુ મુજાહિદ્દીનો છે. વાસ્તવમાં કાશ્મીર પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ કરીને ભારતને કાશ્મીર વિવાદ માટે વાટાઘાટો કરીને ભૂગોળ બદલવાનું કાવતરુ હતું.

ઘૂસણખોરો ટોચ ઉપર હતા જયારે ભારતીય જવાનો નીચે હતા માટે દુશ્મનો માટે હુમલો કરવાનું સરળ હતું. જેહાદીઓને વેશમાં પાકિસ્તાની સૈનિકો નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પાર કરીને ભારતના અંકુશિત વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આથી બંને પક્ષો વચ્ચે ભીષણ લડાઇ થઇ હતી જે ઇતિહાસના પાને કારગિલ વૉર તરીકે ઓળખાય છે.૧૯૭૧માં બાંગ્લાદેશ મુકિત સંગ્રામ સમયે પાકિસ્તાન સાથે યુધ્ધ થયું એ પછીની આ સૌથી મોટી કાર્યવાહી હતી. ૧૯૪૭માં ભારતના ભાગલા પહેલા કારગિલ લડ્ડાખના બાલ્ટિસ્તાન જિલ્લાનો એક ભાગ હતું. ૧૯૪૭-૪૮માં પ્રથમ કાશ્મીર યુઘ્ધ પછી એલઓસી અંર્તગત વિસ્તારને અલગ  કરવામાં આવ્યો હતો. 

કારગિલ  યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી. 2 - image

૫૦૦૦ જેટલા સૈનિકોએ બંકર બનાવીને ઘૂસણખોરી કરી હતી

શરુઆતમાં કારગિલમાં ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોરોની સંખ્યા જાણી શકાઇ ન હતી. ૪૦૦ થી ૫૦૦ જેટલા ઘૂસણખોરો હોવાનો અંદાજ લગાવાયો હતો પરંતુ હુમલાની તિવ્રતા વધતી ગઇ તે જોતા આ કોઇ સિમિત નહી પરંતુ મોટાપાયે ષડયંત્ર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ભારતીય સૈન્યએ એક લાંબી સૈન્ય કાર્યવાહી માટે કમર કસી હતી  શરુઆતમાં ભારતીય જવાનો પરના હુમલા અને શહિદી વધી હતી. 

પર્વતીય પ્રદેશોમાં ઘૂસણખોરોએ ઉંચાઇનો લાભ લઇને બંકરો તૈયાર કરીને ૫૦૦૦ પાકિસ્તાન સૈનિકોએ ઘુસણખોરી કરી હતી. અતિ ઠંડા અને બરફની વિષમ આબોહવા દરમિયાન બંને પક્ષ ચોકીઓ ખાલી કરીને પરંપરા મુજબ પીછેહઠ કરતા પરંતુ પરંપરા તોડીને પાકિસ્તાને ભારતીય સેના સાથે જે વિશ્વાસઘાત કર્યો તેનું પરિણામ કારગિલયુદ્ધ હતું.  ભારતીય પ્રદેશો પર દુશ્મનોનો કબ્જો છોડાવવા માટે જે કાર્યવાહી શરુ થઇ તેને 'ઓપરેશન વિજય' નામ આપવામાં આવ્યું હતું. 

કારગિલમાં ઘૂસણખોરીનું પાકિસ્તાની કોડ નેમ 'ઓપરેશન બદર'

કારગિલ  યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી. 3 - image

આઝાદી પછી જમ્મુ અને કાશ્મીર મુદ્વે પાકિસ્તાની શાસકોનું જડ વલણ યથાવત રહયું છે. સૈન્ય સરકાર હોય કે ચુંટાયેલી સરકાર કાશ્મીર મુકિતનું ગાણુ ગાતી રહી છે. આથી જ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષોનો પેચિંદો ઇતિહાસ રહયો છે. ૧૯૯૮માં બંને દેશોએ પરમાણુ પરીક્ષણો કર્યા પછી તણાવમાં વધારો થયો હતો. અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધો મુકયા હતા. બે પરમાણુ સમ્પન પાડોશી દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે બંને દેશો વચ્ચે લાહોર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા હતા.

તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ લાહોર બસ યાત્રા દ્વારા શાંતિનો પૈગામ આપ્યો હતો. ફેબુ્આરી ૧૯૯૯માં ઘોષણાપત્રમાં કાશ્મીર સંઘર્ષનો શાંતિપૂર્ણ અને દ્વીપક્ષિય ઉકેલ પુરો પાડવાનું વચન આપવામાં આવ્યું હતું. કારગિલની ઘટનાએ ફરી એક વાર સાબીત થયું કે પાકિસ્તાન શાંતિ ઘોષણાપત્ર બાબતે જરાં પણ ગંભીર ન હતું. પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરીનું કોડ નેમ 'ઓપરેશન બદર' આપ્યું હતું. ઘૂસણખોરીની સમગ્ર યોજના પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફના ભેજાની પેદાશ હતી. 

બીજા વિશ્વયુધ્ધ પછી ઘૂસણખોરો પર થયેલો સૌથી મોટો બોંબમારો 

કારગિલ  યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી. 4 - image

કારગિલ યુધ્ધમાં મોટી સંખ્યામાં ભારતીય સેના દ્વારા રોકેટ અને બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ ૨.૫૦ લાખ શેલ,બોંબ અને રોકેટસનો દુશ્મનોને ખદેડવા માટે વપરાયા હતા. ૫૦૦૦ આર્ટિલરી શેલ, મોર્ટાર બોમ્બ અને રોકેટ દરરોજ ૩૦૦ બંદૂકો, મોર્ટાર અને એમબીઆરએલથી છોડવામાં આવ્યા હતા.

જયારે ટાઇગર હિલ પર ફરીથી કબ્જો મેળવ્યો તે દિવસે ૯૦૦૦ શેલ છોડવામાં આવ્યા હતા. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે બીજા વિશ્વયુધ્ધ પછી કારગિલ એક માત્ર યુધ્ધ હતું જેમાં દુશ્મન સેના પર આટલી મોટી સંખ્યામાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. દુનિયામાં ૧૮૦૦૦ ફૂટની ઉંચાઇએ લડાયેલું સૌથી મોટું યુદ્ધ હતું જેમાં ભારતની સેનાએ ફતેહ મેળવી હતી.

પાકિસ્તાને કારગિલ યુદ્ધમાં ૩૦૦૦ થી ૪૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા.

 કારગિલ  યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી. 5 - image

૩ મે થી ૨૬ જુલાઇ ૧૯૯૯ સુધી ચાલેલા કારગિલ યુધ્ધ કે જેને કારગિલ લડાઇ તરીકે પણ ઓળખમાં આવે છે જેમાં માતૃભૂમિની આન બાન અને શાનના રક્ષણ માટે ભારતના ૫૨૭ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને ૧૩૬૭ સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય પાયલોટ નચિકેતાની બહાદૂરીને લોકો યાદ કરે છે જે પાકિસ્તાનમાં યુદ્ધ કેદી તરીકે ભારત પાછા ફર્યા હતા.

ભારતીય સૈન્યમાં મોટા અફસરો પણ લિડરશીપ લઇને વિરતાપૂર્વક લડીને શહિદ થવામાં પાછીપાની કરતા નથી તેનો દુનિયાને પરિચય થયો હતો. ગુજરાતના ૧૨ જવાનોએ કારગિલ યુધ્ધમાં શહિદી વ્હોરી હતી. કારગિલ લડાઇમાં પાકિસ્તાનના સૈનિકોના મુત્યુના આંકડામાં વિરોધાભાસ જોવા મળે છે. એક ચોંકાવનારા આંકડા મુજબ અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા. 


Google NewsGoogle News