કેરળના વાયનાડમાં જમીન ધસી પડતાં 254ના મૃત્યુ
કેરળના વાયનાડમાં ભારે વર્ષાને લીધે પર્વત માળાની જમીન ધસી પડતાં ત્યાં વસતા ગામડાઓ જમીનદોસ્ત થઈ ગયા. ૨૫૪ જેટલા નાગરિકો દટાઈ ગયા. આ આંક ઘણો ઊંચો હોવાનું મનાય છે. ૪૦૦ નાગરિકો ઘાયલ થયા અને ૧૨૦ નાગરિકો લાપત્તા છે. રૂ.૧૨૦૦ કરોડનું નુક્શાન થયું.પર્વત માળા પર ગેરકાયદેસર ખનન, દબાણ સર્જતા ઘર અને દુકાનો તેમજ ગ્લોબલ વોર્મિંગને લીધે આ હદે પડતો વરસાદ આવી ઘટનાનું કારણ છે.