24 વર્ષ પહેલા મોદી સાથે આ સાંસદ ગયા હતા અમેરિકા, હવે બની શકે છે મંત્રી
નવી દિલ્હી, તા.30 મે 2019, ગુરૂવાર
મોદી સરકારના મત્રીમંડળમાં જેમને સ્થાન મળી શકે છે તેવા નેતાઓની યાદીમાં સિકંદરાબાદના સાંસદ જી કિશન રેડ્ડીનુ પણ નામ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.
જી કિશન રેડ્ડીને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ફોન પણ કરવામાં આવ્યો છે. રેડ્ડી અને વડાપ્રધાન મોદી વચ્ચેનો સબંધ આજનો નહી પણ 25 વર્ષ જુનો છે અને તેની વિગતો પણ એટલી જ રસપ્રદ છે.
તેલંગાણામાં ચાર બેઠકો જીતાડવામાં રેડ્ડીની મહત્વની ભૂમિકા રહી છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા રેડ્ડી મોદી સાથે 1994માં અમેરિકાના પ્રવાસે ગયા હતા અને તેમણે મોદી સાથે વ્હાઈટ હાઉસની બહાર તસવીર પણ ખેંચાવી હતી. જ્યારે તેઓ સંઘમાં કાર્યકર હતા ત્યારથી નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા છે. કારણકે તે વખતે મોદી પણ સંઘના પ્રચારક તરીકે કામ કરતા હતા.
રેડ્ડી 1977માં ભાજપમાં જોડાયા બાદ સંઘમાં અને બાદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં પણ કામ કરી ચુક્યા છે.