Get The App

દેશમાં છેલ્લા 9 વર્ષમાં 24.8 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ઉત્તર પ્રદેશ ટૉપ પર

બહુપરીમાણીય ગરીબી 2013-14માં 29.17 ટકા હતી, 2022-23માં ઘટી 11.28 ટકા પર પહોંચી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
દેશમાં છેલ્લા 9 વર્ષમાં 24.8 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ઉત્તર પ્રદેશ ટૉપ પર 1 - image


Niti Aayog Poverty Report : નીતિ આયોગે આજે બહુપરીમાણીય ગરીબી અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં દેશમાં છેલ્લા 9 વર્ષમાં કુલ 24.82 કરોડ લોગો બહુપરીમાણીય ગરીબી (Multidimensional Poverty) એટલે કે આરોગ્ય, શિક્ષણ અને રોંજીદા જીવનની જરૂરીયાતોની ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો દાવો કરાયો છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં ગરીબીની સંખ્યા ઘટી છે. બહુપરીમાણીય ગરીબી આરોગ્ય, શિક્ષણ અને લોકોના જીવન સ્તરમાં સુધારા મુજબ આંકવામાં આવે છે.

24.82 કરોડ લોકોનું જીવન સ્તર સુધર્યું

રિપોર્ટ મુજબ બહુપરીમાણીય ગરીબી 2013-14માં 29.17 ટકા હતી, જે 2022-23માં ઘટીને 11.28 ટકા પર પહોંચી હતી. આ મુજબ 9 વર્ષના સમયગાળામાં 24.82 કરોડ લોકોના જીવન સ્તરમાં સુધારો થયો છે અને તેઓ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

આ રિપોર્ટ નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદ્ર દ્વારા નીતિ આયોગના સીઈઓ બીવી આર સુબ્રમણ્યમની ઉપસ્થિતિમાં જારી કરાયો છે. ઓક્સફોર્ડ પ્રોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ટીટીવ (OPHI) અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા રિપોર્ટની માહિતીના ઈનપુટ પુરા પડાયા છે.

યુપીમાં સૌથી વધુ ગરીબી સંખ્યા ઘટી

ઉત્તર પ્રદેશમાં ગરીબીની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, જેમાં છેલ્લા નવ વર્ષમાં 5.94 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે, ત્યારબાદ બિહારમાં 3.77 કરોડ, મધ્યપ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ લોકોનો સમાવેશ થાય છે.

ખાદ્ય ફુગાવો પણ વધ્યો

દેશમાં ખાદ્ય ફુગાવાનો દર નવેમ્બરના મુકાબલે 4.69 ટકાથી વધી ડિસેમ્બરમાં 5.39 ટકા નોંધાયો છે. રોજિંદા સામાનોની મોંઘવારીનો દર 4.76 ટકા વધીને 5.76 ટકા નોંધાયો છે. ઇંધણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવાનો દર -4.61 થી વધીને -2.41 નોંધાયો છે.

છૂટક મોંઘવારી પણ વધી

અગાઉ 12 જાન્યુઆરીએ સરકારે છુટક મોંઘવારીનો ડેટા જાહેર કર્યો હતો, જે મુજબ દેશમાં રિટેલ મોંઘવારી ડિસેમ્બરમાં વધીને 4 મહિનાના સર્વોચ્ચ સ્તરે 5.69 ટકા પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી 5.02 ટકા, નવેમ્બરમાં 5.55 ટકા અને ઓક્ટોબરમાં 4.87 ટકા રિટેલ મોંઘવારી દર નોંધાયો હતો.


Google NewsGoogle News