મુંબઈમાં મોટી દુર્ઘટના, દહીં હાંડી ઉત્સવમાં 238 ગોવિંદા ઈજાગ્રસ્ત, 32 ઓપીડીમાં સારવાર હેઠળ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં મોટી દુર્ઘટના, દહીં હાંડી ઉત્સવમાં 238 ગોવિંદા ઈજાગ્રસ્ત, 32 ઓપીડીમાં સારવાર હેઠળ 1 - image


Image Source: Twitter

238 Govindas Injured In Mumbai: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. દહીં હાંડી ઉત્સવ દરમિયાન માનવ પિરામિડ બનાવવામાં સામેલ લગભગ 238 ગોવિંદાઓ મંગળવારે ઈજાગ્રસ્ત થયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ આ દુર્ઘટના અંગે જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ગોવિંદાઓને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંચાલિત અને ખાનગી હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

જન્માષ્ટમીના તહેવારના ભાગરૂપે દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. દહીં હાંડીમાં ભાગ લેનાર ગોવિંદા માનવ પિરામિડ બનાવે છે અને હવામાં લટકતી દહીંથી ભરેલી માટીની હાંડી ફોડે છે.

પિરામિડ બનાવવાના પ્રયાસમાં 238 ગોવિંદા ઈજાગ્રસ્ત

મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, સાંજે 7:00 વાગ્યા સુધીમાં માનવ પિરામિડ બનાવવાના પ્રયાસમાં 238 ગોવિંદા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાંથી 8ને વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 32 ઓપીડીમાં સારવાર હેઠળ છે જ્યારે બીજાને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

અનેક મહિલા ગોવિંદા જૂથો પણ માનવ પિરામિડ બનાવીને દહીં હાંડી ફોડવામાં સામેલ થયા છે. દહીં હાંડી મુખ્ય ચોક અથવા જંકશન પર લટકાવવામાં આવી હતી, જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો.


Google NewsGoogle News