23 કિમોથેરેપી અને હોસ્પિટલમાં અભ્યાસ, નીટમાં 715 માર્ક્સ લાવનારા મૌલિકની આંખો ભીની કરતી કહાની
Cancer Survivor Maulik Patel Success Story: જીવનમાં જે કંઈ પણ થાય, હું હાર માનતો નથી. હિંમત જરૂરી છે. જીત માટે વિચારીશું ત્યારે જ જીતીશું. 2022માં મારા જીવનમાં એક તોફાન આવ્યું, તે એટલું ભયાનક હતું કે કદાચ આખું જીવન ભૂલી નહીં શકું. હું પરિવારનો સિંગલ ચાઈલ્ડ છું. ઝટકો બહુ મોટો હતો. યુરીનેશન સમય દર્દથી શરૂ થયો. સોનોગ્રાફીમાં ટ્યૂમર અને બાયોપ્સી તપાસમાં કેન્સર સામે આવ્યું. ત્યારે ધોરણ 11માં હતો. જે બાદ જે સારવારનો સમય શરૂ થયો તો આ વર્ષે એપ્રિલમાં ખતમ થયો. હું પોઝિટિવ હતો અને મારે આગળ વધવું હતું. પહેલા કેન્સરને હરાવ્યું અને પછી પરીક્ષાઓ આપી. આ કહેવું છે કે નીટ સ્ટુડન્ટ મૌલિક પટેલનું, જેણે કેન્સર જેવી ભયંકર બીમારી સામે ઝઝૂમતા બોર્ડ અને પછી નીટ પરીક્ષાઓ આપી અને સારા માર્ક્સ મેળવ્યા.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તાજેતરમાં જ દેશની સૌથી અઘરી પરીક્ષા પૈકીની એક NEET યુઝીનું રિઝલ્ટ જાહેર કર્યું છે. નીટ રિઝલ્ટમાં મૌલિકે 720માંથી 715 માર્ક્સ મેળવ્યા. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડમાં 94.67 ટકા મેળવ્યા. મૌલિકનો પરિવાર મુંબઈમાં ઘાટકોપરનો રહેવાસી છે.
જ્યારે કેન્સરની જાણ થઈ
મે 2022માં મૌલિકના શરીરમાં પરિવર્તન આવવાનું શરૂ થયું. તેણે જણાવ્યું કે શરૂઆતમાં હું કમજોરી અનુભવવા લાગ્યો. યુરીનેશનના સમયે દુખાવા સિવાય તાવ પણ રહેવા લાગ્યો. હું આ સૌ લક્ષણોને સામાન્ય સમજી રહ્યો હતો. હોસ્ટેલમાં રહેતો હતો તો સ્થિતિ વિશે રૂમમેટે પરિવારજનોને જણાવી. ડોક્ટરને બતાવ્યું. સોનોગ્રાફી અને અન્ય તપાસ બાદ સામે આવ્યું યુરીનેશન બ્લેડરની પાસે એક ટ્યૂમર છે, જે 10 સેન્ટીમીટરની હતી. સીટી સ્કેન અને બાયોપ્સી બાદ ડોક્ટરોએ જણાવ્યુ કે તેને સરકોમા છે. જે એક પ્રકારનું કેન્સર છે. પરિવારને ઝટકો લાગ્યો. કેમ કે હું સિંગલ ચાઈલ્ડ છું અને આટલી નાની ઉંમરમાં કોઈ કેવી રીતે આટલી ભયંકર બીમારીથી પીડિત હોઈ શકે છે.
ડર અને દર્દમાં પસાર થયા દિવસો
મૌલિકે જણાવ્યું કે જૂન 2022માં મારી સર્જરી થઈ હતી. મને કેન્સરની જાણ થઈ હતી પરંતુ ખબર નહોતી કે આનું ઓપરેશન આટલું મોટું હતું. ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી કે યુરીનેરી બ્લેડર કાઢવું પડી શકે છે. માત્ર એ વાતનો ડર હતો કે ક્યાંક આવું થઈ ન જાય પરંતુ ઓપરેશનમાં ડોક્ટરોએ બ્લેડર કાઢ્યું નહીં. જે બાદ કિમોથેરેપીની શરૂઆત થઈ. જેમાં દરરોજ 3-4 કલાક લાગતાં હતાં. સાઈડ ઈફેક્ટ પણ હતી. કબજિયાત રહેતી હતી, માથાના વાળ કાઢી દેવાયા હતા. ઓક્ટોબર 2022 સુધી કિમોથેરેપીના ત્રણ સેશન થઈ ચૂક્યાં હતાં. જે બાદ ડોક્ટરોએ ફરીથી ચેકઅપ કર્યું, જેમાં ચાર સેન્ટીમીટરનું ટ્યુમર હજુ પણ હતું.
કેન્સરના કારણે ધોરણ-12 અને નીટની પરીક્ષા છોડવી પડી
ડોક્ટરોએ કિમોથેરેપીના ડોઝ બદલ્યા જે ડિસેમ્બર સુધી ચાલ્યા. આ દરમિયાન મે ઓક્ટોબર અને નવેમ્બરમાં એલનના ટેસ્ટ પણ આપ્યાં હતાં. જાન્યુઆરીમાં ડોક્ટરોએ ફરીથી તપાસ કરી તો ટ્યૂમર ફરીથી વધીને 16 સેન્ટીમીટરનું થઈ ગયું હતું. યુરીનેશન દરમિયાન દુખાવો થઈ રહ્યો હતો. જાન્યુઆરી 2023માં ડોક્ટરોએ ફરીથી સર્જરી પ્લાન કર્યો. આ દરમિયાન 12માં ધોરણની પરીક્ષામાં પ્રેક્ટિકલ આપવાનો સમય આવી ગયો પરંતુ સ્થિતિ યોગ્ય નહોતી તેથી મે ધોરણ-12 અને નીટ પરીક્ષા બંને આપી નહીં.
હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં 3-4 કલાક અભ્યાસ કરતો હતો
ડોક્ટરોએ બીજી સર્જરી બાદ ફેબ્રુઆરીમાં ચેકઅપ કર્યું તો સામે આવ્યું કે હજુ પણ ટ્યુમર 10 સેન્ટિમીટરનું બાકી હતું. ડોક્ટરોએ નિર્ણય લીધો કે આટલા મોટા ટ્યુમર પર રેડિએશન આપી ન શકીએ એટલે કિમોથેરેપીનું કહ્યું. કુલ 31 રેડિએશન જુલાઈ 2023 સુધી થઈ ચૂક્યા હતાં. નવેમ્બર 2023ના બીજા અઠવાડિયામાં ફરી ટેસ્ટ કરાવ્યો તો સાઈઝ નાની થઈ ગઈ હતી. ડિસેમ્બર 2023 સુધી દવાઓ બંધ થઈ ચૂકી હતી. આ સમગ્ર સારવાર દરમિયાન હું દરરોજ ઓનલાઈન અભ્યાસ કરતો હતો. હોસ્પિટલમાં ઘણી વખત 3થી 4 કલાક રાહ જોવી પડતી હતી પરંતુ આ દરમિયાન પણ હું ગમે તેમ કરીને નિયમિત અભ્યાસ કરતો હતો. હાર ન માનવાનો જુસ્સો જ હતો જેના કારણે મૌલિકે નીટ એક્ઝામમાં 720માંથી 715 માર્ક્સ મેળવ્યા છે.
ઓન્કોલોજિસ્ટ બનીને કેન્સર પીડિતોની મદદ કરવા ઈચ્છે છે મૌલિક
મૌલિકે જણાવ્યું કે એપ્રિલમાં કેન્સર મુક્ત જાહેર કરી દેવાયો તો મે એલનમાં ટેસ્ટ આપવાની પરવાનગી માટે વાત કરી. આ દરમિયાન ધોરણ-12ની પરીક્ષામાં સામેલ થયો જેટલા પણ મેજર ટેસ્ટ હતા, તે પણ નિયમિત આપી રહ્યો હતો. મે વધુથી વધુ મોક ટેસ્ટ આપ્યા. હવે હુ કેવીએમ હોસ્પિટલ મુંબઈથી એમબીબીએસ કરીને કેન્સર દર્દીઓના જીવનમાં ખુશી લાવવા માટે ઓન્કોલોજિસ્ટ બનવા માંગુ છું.