Get The App

22 વર્ષના અગ્નિવીર જવાને જીવન ટૂંકાવ્યું, રાઇફલથી ખુદને મારી ગોળી, કારણ અકબંધ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Agniveer shrikant Chaudhary



Agniveer Suicide: ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય અગ્નિવીરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે.  અગ્નિવીર યુવકની ઓળખ શ્રીકાંત ચૌધરી તરીકે થઇ છે. તેણે  પોતાની સરકારી લાઇસન્સવાળી ઇન્સાસ રાઇફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેના અંતિમ સંસ્કાર તેના વતન ગામ નારાયણપુરમાં કરવામાં આવશે. આ યુવાન અગ્નિવીરની આત્મહત્યા ઘટના હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ મામલે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આગ્રા એરફોર્સ સ્ટેશન પર તૈનાત વરિષ્ઠ અધિકારીઓએ શ્રીકાંત સાથે સારો વ્યવહાર કર્યો ન હતો.


આત્મહત્યાનો કારણ અસ્પષ્ટ

એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, ઘટના સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. અધિકારીએ કહ્યું કે જો અગ્નિવીરના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરાશે તો અમે મામલાની તપાસ કરીશું. શ્રીકાંત ચૌધરી મૂળ બલિયા જિલ્લાના નારાયણપુરનો રહેવાસી છે. તે છેલ્લા દોઢ વર્ષથી ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતો હતો. તે વર્ષ 2022માં ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે જોડાયો હતો. પોલીસે જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ હજુ અસ્પષ્ટ છે.


સિનિયર્સ પર હેરાનગતી કરવાનો આરોપ

જોકે, સોશિયલ મીડિયા પર ઘણા લોકોનું કહેવું છે કે તેણે સિનિયર્સ તરફથી થતી હેરાનગતિને કારણે આત્મહત્યા કરી છે. એક ટ્વિટમાં દાવો કરાયો છે કે, 'એર ફોર્સ સ્ટેશન આગ્રામાં તૈનાત અગ્નવીર શ્રીકાંત ચૌધરીએ આત્મહત્યા કરી કારણ કે તેના સિનિયર અધિકારીઓએ તેને હેરાન કર્યા હતા. તેને રજા આપવામાં આવી ન હતી. આ ટ્વીટ સાથે એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે જે શ્રીકાંત ચૌધરી સાથેની ચેટનો હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News