જળસંકટ હોવા છતાં પણ થાય છે પાણીનો બગાડ, બેંગલુરુમાં 22 પરિવારો પાસેથી વસૂલ્યો રૂ. 1 લાખનો દંડ

બેંગલુરુમાં BWSSBએ પીવાના પાણીનો દુરુપયોગ કરવા પર લગાવ્યો છે પ્રતિબંધ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
જળસંકટ હોવા છતાં પણ થાય છે પાણીનો બગાડ, બેંગલુરુમાં 22 પરિવારો પાસેથી વસૂલ્યો રૂ. 1 લાખનો દંડ 1 - image


Bengaluru Water Crisis: હાલ જયારે બેંગલુરૂ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે એવામાં ત્યાં પાણીનો બગાડ અટકી રહ્યો નથી. બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ એટલે કે BWSSB પણ હવે પાણીના બગાડ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. તાજેતરમાં બોર્ડે આદેશ જારી કર્યો હતો કે બિનજરૂરી હેતુઓમાં પીવાના પાણીનો બગાડ કરવા બદલ 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ તેનું વારંવાર ઉલ્લંઘન કરે છે, તો દરરોજ વધારાના 500 રૂપિયા લેવામાં આવશે. આ આદેશ પર કડક કાર્યવાહી કરતા બોર્ડે બોર્ડે પીવાના પાણીનો બગાડ કરનારાઓ સામે પગલાં લેતા રૂ. 1 લાખથી વધુની રકમ વસૂલ કરી છે. 

સોશિયલ મીડિયા દ્વારા પાણીના બગાડ અંગે મળી ફરિયાદો

રિપોર્ટ્સ અનુસાર, BWSSBએ કાર ધોવા, બગીચાને પાણી આપવા અને અન્ય બિનજરૂરી હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ કરતા 22 પરિવારો પાસેથી 1.1 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. પાણીનો બગાડ અટકાવવા અને તેના પર નજર રાખવા બોર્ડે પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. એવા અહેવાલો છે કે બોર્ડને સોશિયલ મીડિયા દ્વારા પાણીના બગાડ અંગે ઘણી ફરિયાદો મળી હતી.

પૂલ ડાન્સ અને રેન ડાન્સ પર પણ હતો પ્રતિબંધ 

ગયા અઠવાડિયે જ, BWSSBએ હોળીની ઉજવણી દરમિયાન પૂલ ડાન્સ અને રેન ડાન્સ જેવી પ્રવૃત્તિઓમાં કાવેરીના પાણી તેમજ  બોરવેલના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. બોર્ડ દ્વારા પ્રતિબંધની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે ઘણી જગ્યાએ પૂલ પાર્ટીઓ અને રેઈન ડાન્સની જાહેરાત કરવામાં આવી રહી હતી. જોકે, આદેશ બાદ હોટલોએ રેઈન ડાન્સનો મુદ્દો હટાવી દીધો હતો.

જળસંકટ હોવા છતાં પણ થાય છે પાણીનો બગાડ, બેંગલુરુમાં 22 પરિવારો પાસેથી વસૂલ્યો રૂ. 1 લાખનો દંડ 2 - image


Google NewsGoogle News