'કેલ્ક્યુલેટેડ પ્રેશર દ્વારા ન્યાયપાલિકાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ..' 21 પૂર્વ જજોનો CJIને પત્ર

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
'કેલ્ક્યુલેટેડ પ્રેશર દ્વારા ન્યાયપાલિકાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ..' 21 પૂર્વ જજોનો CJIને પત્ર 1 - image


21 Judge latter to CJI : લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના લગભગ 21 જેટલાં નિવૃત્ત જજોએ દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડને સંબોધતાં એક પત્ર લખ્યો છે જેમાં ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે. આ પત્રમાં ન્યાયપાલિકા પર દબાણ કરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના પૂર્વ જજોએ લખ્યો પત્ર 

પૂર્વ જજો દ્વારા જાહેર કરાયેલા આ ખુલ્લા પત્રમાં લખવામાં આવ્યું છે કે એક કેલ્ક્યુલેટેડ પ્રેશર દ્વારા ન્યાયપાલિકાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યાયપાલિકા અંગે ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. આ પત્રમાં હાઈકોર્ટના 17 પૂર્વ જજોના નામ સામેલ છે જ્યારે 4 સુપ્રીમકોર્ટના પૂર્વ જજ સામેલ છે. 

પ્રજાના વિશ્વાસને ખતમ કરવાના પ્રયાસનો આક્ષેપ 

પૂર્વ જજોએ કહ્યું કે ન્યાયપાલિકાને આ અયોગ્ય દબાણથી બચાવવાની જરૂર છે. પત્રમાં જજોએ ગંભીર આરોપ મૂકતાં કહ્યું કે રાજકીય હિતો અને ખાનગી લાભથી પ્રેરિત અમુક તત્વો આપણી ન્યાયિક પ્રણાલીમાં પ્રજાના વિશ્વાસને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ન્યાયપાલિકાની પવિત્રતા ખંડિત કરવાનો આક્ષેપ... 

જજોએ પત્રના માધ્યમથી કહ્યું છે કે આ પ્રકારના દબાણ કરનારા લોકોની રીત ખૂબ જ ભ્રામક છે જે આપણી કોર્ટ અને જજોની સત્યનિષ્ઠા પર આરોપ લગાવી ન્યાયિક પ્રક્રિયાઓને પ્રભાવિત કરવાના સ્પષ્ટ પ્રયાસ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી ન ફક્ત ન્યાયપાલિકાની પવિત્રતા ખંડિત થાય છે પરંતુ જજોની નિષ્પક્ષતાના સિદ્ધાંતો સામે પણ પડકાર ઊભા થાય છે. આવા લોકો દ્વારા અપનાવાતી વ્યૂહનીતિ અચરજ પમાડે તેવી છે જે ન્યાયપાલિકાની છબિ બગાડવા માટે આધારવિહોણી થિયરી ઘઢી કાઢે છે અને કોર્ટના નિર્ણયોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે. 

કેવા મામલાઓને પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે....? 

પત્રમાં જજોએ ગંભીર આરોપ મૂકતાં કહ્યું કે અમને ધ્યાને આવ્યું છે કે આવા સમૂહના લોકો આ પ્રકારનું વર્તન ખાસ કરીને એવા મામલે કરે છે જે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ હોય. અમે દુષ્પ્રચાર ફેલાવવાના હથકંડા અને ન્યાયપાલિકા વિરુદ્ધ લોકભાવના ભડકવા અંગે ચિંતિત છીએ જે ન ફક્ત અનૈતિક છે પણ આપતાં લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ ઘાતક છે. 

'કેલ્ક્યુલેટેડ પ્રેશર દ્વારા ન્યાયપાલિકાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ..' 21 પૂર્વ જજોનો CJIને પત્ર 2 - image

  


Google NewsGoogle News