Get The App

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩ ને મળી જીત, ૮ ની થઇ હાર

જમ્મુ કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીની હાર

એમપીમાં શિવરાજસિંહે સૌથી વધુ ૮૨૧૪૦૮ મતથી જીત મેળવી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 1 - image


નવી દિલ્હી,5 જૂન,2024, બુધવાર 

ચુંટણી-2024ના પરિણામો રસપ્રદ રહયા છે. એનડીએને 292 જયારે ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. લોકસભા ચુંટણીમાં 21 ઉમેદવારો એવા હતા જેમને ભૂતકાળમાં પોતાના રાજયમાં મુખ્યમંત્રી પદ પણ સંભાળ્યું હતું, કુલ ૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓમાંથી ૧૩ ને જીત જયારે ૮ ની હાર થઇ હતી.

પૂર્વ મુખ્યમંત્રી ઉમેદવારોમાં  વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદી, લખનૌ બેઠક પર રાજનાથસિંહ, ખુંટી (ઝારખંડ) બેઠક પરથી અર્જુન મુંડા, બેલગામ (કર્ણાટક) બેઠક પરથી જગદિશ શેટ્ટાર, હાવેરી (કર્ણાટક) બેઠક પરથી બસવરાજ બોમ્બાઇ, હરીદ્વાર બેઠક પર ત્રિવેન્દ્રસિંહ રાવત, માંડયા બેઠક (કર્ણાટક) પરથી કુમારસ્વામી, રાજામપેટ બેઠક (હૈદરાબાદ) પરથી નલ્લારી કિરન કુમાર રેડ્ડી, ત્રિપુરા વેસ્ટ બેઠક (ત્રિપુરા) વિપ્લબ દેબ, રામનાથપુરમ (તમિલનાડુ) બેઠક પરથી પનિરસેલ્વમ, અનંતનાગ બેઠક (જમ્મુ કાશ્મીર) પરથી ગુલામનબી આઝાદ, અરુણાચલ વેસ્ટ (અરુણાચલ પ્રદેશ) બેઠક પરથી નવામ તુકી, પોડ્ડીચેરી બેઠક (પોડ્ીચેરી) પરથી વી વૈધિલિંગમનો સમાવેશ થાય છે.

શિવરાજસિંહ ચૌહાણ

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 2 - image

મધ્યપ્રદેશના લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા અને ભાજપના સૌથી દિગ્ગજ અનુભવીએ વિદિશા બેઠક પરથી વિજય મેળવ્યો છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાનુ શર્માને ૮૨૧૪૦૮ મતોથી પરાજય આપ્યો હતો. મધ્યપ્રદેશમાં તેમના નેતૃત્વમાં વિધાનસભા ચુંટણીમાં બંપર સફળતા મળી હતી પરંતુ મુખ્યમંત્રી પદે તેમના સ્થાને મોહન યાદવને પસંદ કરવામાં આવ્યા હતા. એનડીએની ત્રીજી ટર્મમાં તેઓ કેન્દ્રમાં મહત્વની જવાબદારી સંભાળી શકે છે. 

મનોહરલાલ ખટ્ટર

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 3 - image

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળતા મનોહરલાલ થોડાક સમય પહેલા જ નેતૃત્વ પરિવર્તન કરીને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને નાયબસિંહ સૈની ને મુખ્યમંત્રી બનાવાયા હતા. મનોહરલાલ કટ્ટરને કર્નાલ લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. મનોહરલાલ કોંગ્રેસના દિવ્યાંશુ બુધિરાજને ૨૩૨૫૭૭ મતોથી પરાજય આપીને સાંસદ તરીકે ચુંટાયા છે.

સર્વોનંદ સોનોવાલ 

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 4 - image

આસામ આસામમાં જયારે ભાજપે પ્રથમ વાર સરકાર રચી ત્યારે સર્વાનંદ સોનોવાલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમણે ૨૪ મે ૨૦૧૬ થી ૧૦ મે ૨૦૨૧ સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. ત્યાર પછી કેન્દ્રીય મંત્રી તરીકે પણ સોનોવાલે જવાબદારી સંભાળી છે. દિબુ્ગઢ બેઠક પર તેમણે નજીકના હરિફથી ૨૭૯૩૨૧મતની સરસાઇથી શાનદાર જીત મેળવી છે. 

જીતનરામ માંઝી

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 5 - image

બિહારના મુખ્યમંત્રી રહી ચુકેલા જીતનરામ માઝી બિહારના રાજકારણમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમણે ૨૦ મે ૨૦૧૪ થી ૨૦ ફેબુ્રઆરી ૨૦૧૫ સુધી બિહારનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. નિતિશકુમારનો જેડીયુ પક્ષ છોડીને તેમને હિંદુસ્તાની અવામ મોર્ચા (હમ) પક્ષની રચના કરી હતી. ગયા લોકસભા બેઠક પર તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સાથીદાર તરીકે ચુંટણી લડી હતી. જીતનરામે લાલુના આરજેડી પક્ષના કુમાર સરવજીતને ૧૦૧૮૧૨ મતથી પરાજય આપ્યો છે. 

દિગ્વિજયસિંહ

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 6 - image

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ રાજગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. આમ તો તેઓ ે ચુંટણી નહી લડે એવી અટકળો વચ્ચે ચુંટણી જંગમાં ઉતર્યા હતા. રાજગઢની પરંપરાગત બેઠક પર ૧૪૬૦૮૯ મતોથી ભાજપના ઉમેદવાર રોડમલ નાગર સામે પરાજય થયો હતો. દિગ્વિજયસિંહ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચુંટણી હારતા રહયા છે. ગત ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં ભોપાલ બેઠક પર પરાજય થયો હતો.  

ઉમર અબ્દુલ્લા 

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 7 - image

 જમ્મુ કાશ્મીરની રાજનીતિમાં અબ્દુલ્લા પરિવારની ત્રીજી પેઢીના વારસદાર ઉમર અબ્દુલ્લા  ફારુક અબ્દુલ્લાના પુત્ર છે. નેશનલ કોન્ફરન્સ પક્ષના ઉમેદવાર તરીકે બારામુલ્લા બેઠક પરથી ચુંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર અબ્દુલ્લ રાશિદ શેખે ૨૦૪૧૪૨ મતોની સરસાઇ મેળવી હતી. ઉમર અબ્દુલ્લા વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહયા હતા.

 મહેબુબા મુફતી 

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 8 - image

જ્મ્મુ કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વરિષ્ઠ મહેબુબા મુફતીની અનંતનાગ -રાજોરી બેઠક પર ૨૮૧૭૯૪ મતે હાર થઇ છે. અનંતનાગ બેઠક પર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મિયા અલ્તાફ અહેમદે પરાજય આપીને અપસેટ સર્જયો છે. મહેબુબા મુફતી ૪ એપ્રિલ ૨૦૧૬થી ૧૯ જુન ૨૦૧૮ સુધી જમ્મુ કાશ્મીર રાજયનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. 

ચરનજીતસિંહ ચન્ની  

૨૧ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકસભા ચુંટણીના ઉમેદવાર હતા, ૧૩  ને મળી જીત, ૮ ની થઇ હાર 9 - image

કેપ્ટન અમરિંદરના સ્થાને ચરનજીતસિંહ ચન્નીને થોડાક સમય માટે કોંગ્રેસે પંજાબના મુખ્યમંત્રી પદે બેસાડયા હતા. તેમના નેતૃત્વમાં જ કોંગ્રેસ પંજાબ વિધાનસભાની ચુંટણી લડી હતી. વિધાનસભામાં ચન્ની ખુદ પોતાની સીટ બચાવી શકયા ન હતા પરંતુ જલંધર લોકસભા બેઠક પર શાનદાર જીત મેળવી છે. તેમણે ભાજપના મજબૂત ઉમેદવાર સુશિલકુમાર રિન્કુને ૧૭૫૯૯૩ મતથી પરાજય આપીને જીત મેળવી છે. 


વારાણસી           નરેન્દ્ર મોદી           જીત   -ઉત્તરપ્રદેશ 

લખનૌ               રાજનાથસિંહ        જીત    ઉત્તર પ્રદેશ 

ખુંટી                  અર્જુન મુંડા            હાર    ઝારખંડ 

બેલગામ             જગદિશ શેટ્ટાર       જીત    કર્ણાટક 

હાવેરી              બસવરાજ બોમ્બાઇ    જીત   કર્ણાટક

હરિદ્વાર             ત્રિવેન્દ્રસિંહ રાવત      જીત   ઉતરાખંડ 

માંડયા              કુમારસ્વામી ગૌડા      જીત   કર્ણાટક 

રાજામપેટ        એન કિરનકુમાર રેડ્ડી     હાર   આંધ્રપ્રદેશ 

ત્રિપુરા વેસ્ટ       વિપ્લબ દેબ              જીત    ત્રિપુરા 

રામનાથપુરમ      પનિર સેલ્વમ           હાર   તમિલનાડુ

અરુણાચલ વેસ્ટ   નબામ તુકી              હાર   અરુણાચલ પ્રદેશ 

પોડ્ડીચેરી           વી વૈધિલિંગમ           જીત    પોડ્ડીચેરી 

વિદિશા -          શિવરાજસિંહ ચૌહાણ-    જીત    મધ્યપ્રદેશ 

સિરસા -           મનોહરલાલ ખટ્ટર      જીત     હરિયાણા 

ગયા                 જીતનરામ માંઝી       જીત     બિહાર 

રાજગઢ             દિગ્વિજયસિંહ           હાર    મધ્યપ્રદેશ 

બારામુલ્લા        ઉંમર અબ્દુલ્લા           હાર     જમ્મુ કાશ્મીર 

જલંધર             ચરનજીતસિંહ ચન્ની     જીત    પંજાબ 

અનંતનાગ -       મહેબુબા મુફતી           હાર    જમ્મુ કાશ્મીર

દિબુ્રગઢ -         સર્વોનંદ સોનોવાલ        જીત    આસામ

છતિસગઢ         ભુપેશ બઘેલ               હાર    છતિસગઢ 


Google NewsGoogle News