Get The App

વધુ એક અફવાઃ વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
Bomb Threat


Vistara Airline Get Bomb Threat: એરલાઈન્સને છેલ્લા એક સપ્તાહથી બોમ્બની ધમકી મળી રહી છે. આજે વધુ એક એરલાઈનની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સાથે અત્યારસુધી કુલ 20 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

ફ્રેન્કફર્ટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઇટને ગુરુવાર વહેલી સવારે બોમ્બ હોવાની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. તેમજ જનરલ ઈમરજન્સી જાહેર કરતાં તમામ પેસેન્જર્સને ઉતરી જવા આદેશ આપ્યો હતો. યુકે28 ફ્લાઈટ પાકિસ્તાન થઈને જઈ રહી હતી, તે દરમિયાન સવારે છ વાગ્યે કોડ 7700 મારફત જનરલ ઈમરજન્સીના સંદેશ મળ્યો હતો. જેથી પાયલોટે તાત્કાલિક ધોરણે 7.40 વાગ્યા આસપાસ ફ્લાઈટનું મુંબઈમાં લેન્ડિંગ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગાડીમાં ફેન્સી કે VIP નંબર પ્લેટનો શોખ હોય ચેતજો! ટેક્સ ઝીંકવાની તૈયારીમાં સરકાર: સૂત્ર

ગઈકાલે છ ધમકી મળી હતી

ગઈકાલે છ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મંગળવારે 10 ફ્લાઈટ્સને આ પ્રકારની ધમકી મળી હતી. સુરક્ષા એજન્સીએ તપાસ કરતાં હજી સુધી કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મારફત આપવામાં આવી રહી હતી. આ અફવાના લીધે પ્રાદેશિક એરલાઈન સેવાઓ ખોરવાઈ રહી છે.

વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ યુકે028માં બોમ્બ હોવાની ધમકી સોશિયલ મીડિયા મારફત મળી હતી. તમામ પ્રોટોકોલનું અનુસરણ કરતાં અમે સબંધિત ઓથોરિટીને જાણ કરી તપાસ હાથ ધરી હતી. એરલાઈન સુરક્ષા એજન્સીઓને તમામ જરૂરી તપાસમાં સહયોગ આપી રહી છે. 14 ઓક્ટોબરે ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની પ્રથમ ધમકી મળી હતી. ત્યારબાદથી સતત રોજ નવી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે.

વધુ એક અફવાઃ વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ 2 - image


Google NewsGoogle News