ભાજપે તૈયાર કર્યો 2024 ચૂંટણીનો પ્લાન, આ નેતાઓને નહીં મળે ટિકિટ

દરેક લોકસભા ક્ષેત્રમાં લોકસભા ઈન્ચાર્જ અને લોકસભા સંયોજકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો

2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દીધી

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
ભાજપે તૈયાર કર્યો 2024 ચૂંટણીનો પ્લાન, આ નેતાઓને નહીં મળે ટિકિટ 1 - image


BJP Plan for Election 2024 | 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દીધી છે. જે હેઠળ હવે દરેક લોકસભા ક્ષેત્રમાં લોકસભા ઈન્ચાર્જ અને લોકસભા સંયોજકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત પાર્ટી ગત 3 ચૂંટણીઓનું બૂથ લેવલ સુધી વિશ્લેષણ કરશે અને દરેક રાજ્યમાં 3-4 લોકસભા સીટ મિલાવીને એક ક્લસ્ટર તૈયાર કરશે. આ સાથે જ તેના એક અલગ ક્લસ્ટર ઈન્ચાર્જ પણ બનાવશે. 

જે લોકસભા સંયોજક બનશે તે ચૂંટણી નહીં લડે! 

ભાજપે લીધેલા આ નિર્ણયોની સૌથી મોટી વાત એ છે કે જેને પણ લોકસભા સંયોજક બનાવાશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને પ્રદેશ સ્તરે જોઈનિંગ ટીમનની રચના કરાશે. જે રાજ્યોમાં ફક્ત 4-5 લોકસભા બેઠકો છે ત્યાં કલસ્ટર નહીં બનાવાય. આ ક્લસ્ટર પાર્ટી અધ્યક્ષ, ગૃહમંત્રી અને સંરક્ષણમંત્રી સાથે બેઠક કરશે. વિધાનસભામાં પ્રવાસ માટે રાજ્યોના નેતાઓને ડ્યૂટી અપાશે. લોકસભા ચૂંટણીના કાર્યાલય 30 જાન્યુઆરી પહેલા શરૂ કરી દેવાશે. 

સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન 

આ ઉપરાંત સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર પક્ષને મજબૂત કરવા નિર્દેશ અપાયો છે. દરેક રાજ્યમાં 50 સ્થળે યુવા, મહિલા, એસસી, એસટી સંમેલન આયોજિત કરાશે. ભાજપે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં જીતવા માટે 'અબ કી બાર 400 પાર' નું સૂત્ર આપ્યું છે. જ્યારે INDIA મહાગઠબંધન પણ સતત બેઠક યોજી રહ્યું છે. જોકે સીટ શેરિંગ અને પીએમ પદના ચહેરાને લઈને હજુ કોઈ જાહેરાત કરાઈ નથી. 

ભાજપે તૈયાર કર્યો 2024 ચૂંટણીનો પ્લાન, આ નેતાઓને નહીં મળે ટિકિટ 2 - image


Google NewsGoogle News