200 વંદે ભારત-100 અમૃત ભારત ટ્રેન, 7000 KM હાઈસ્પીડ રેલ નેટવર્ક: બજેટમાં રેલવેને શું મળ્યું?
Railway Budget: કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે ક્ષેત્રે ફાળવણીમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ નાણામંત્રીએ આગામી બેથી ત્રણ વર્ષમાં 200 નવી વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 50 નમો ભારત રેપિડ રેલ અને 17500 જનરલ નોન-એસી કોચ લોન્ચ કરવાની જાહેરાતથી રેલવે ક્ષેત્રમાં મોર્ડનાઈઝેશન સાથે સમયની બચત થવાનો અંદાજ રેલવે મંત્રીએ આપ્યો છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 2.52 લાખ કરોડની ફાળવણી સાથે કેન્દ્રીય બજેટ અદ્ભૂત રહ્યુ હતું. નવી ટ્રેન અને મોર્ડન કોચ મધ્યમવર્ગને લાંબી ઝડપી મુસાફરી કરવા સક્ષમ બનશે. આ બજેટમાં રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે રૂ. 4.60 લાખ કરોડના ઓર્ડર આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. વિવિધ પ્રોજેક્ટ મારફત ભારતીય રેલવેની સુરક્ષાની ખાતરી કરતા ખર્ચ માટે રૂ. 1.16 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 'જો તમારી પાસે નોકરી જ નથી તો શું...' 12 લાખની આવક કરમુક્તિ અંગે દિગ્ગજ નેતાનો કટાક્ષ
બુલેટ ટ્રેનનું ઝડપી કામકાજ
બુલેટ ટ્રેન અંગે રેલ મંત્રીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન માટે બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ લાઈનનું 340 કિમી સુધીનું કામ પૂર્ણ થયું છે. ટૂંકસમયમાં ઝડપથી બુલેટ ટ્રેન શરૂ થશે.
ભારતીય રેલવે ઈલેક્ટ્રિફાઈડ થશે
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું નાણાકીય વર્ષ 2025-25ના અંત સુધી 100 ટકા ઈલેક્ટ્રિફિકેશન થશે. 2047 સુધીમાં દર કલાકે 250 કિમીની સ્પીડે દોડતી ટ્રેન સાથે ભારત 7000 કિમીનું હાઈ-સ્પીડ રેલ નેટવર્ક સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.