Get The App

ડ્રગ્સની બંધાણી છોકરીએ 20 યુવકોને HIVનો ચેપ લગાડતાં ખળભળાટ, ઉત્તરાખંડનો ચોંકાવનારો કિસ્સો

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
ડ્રગ્સની બંધાણી છોકરીએ 20 યુવકોને HIVનો ચેપ લગાડતાં ખળભળાટ, ઉત્તરાખંડનો ચોંકાવનારો કિસ્સો 1 - image


Shocking case of Uttarakhand: ઉત્તરાખંડના રામનગરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક એચઆઈવી પોઝિટીવ છોકરીએ 17 મહિનાના સમયગાળામાં 20 યુવકોને ચેપ લગાડ્યો હતો. વજન ઘટતા યુવાનોની તપાસ કરવામાં આવતા યુવકો એચઆઈવી પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. 

રિપોર્ટ મુજબ, નૈનીતાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એઈડ્સના કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા 17 મહિનામાં 45 એચઆઈવી પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. નવા સામે આવેલા કિસ્સામાં સ્મેક નામના ડ્રગ્સની બંધાણી 17 વર્ષની છોકરી નાણા એકઠા કરવા માટે યુવકો સાથે સંબંધો બાંધતી હતી.

રામનગરના હેલ્થ સેન્ટરમાં એચઆઈવી પોઝિટીવ યુવકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેમણે ડ્રગ્સની બંધાણી છોકરી સાથે સંબંધો બાંધ્યા હતા. સંક્રમિત યુવકોમાંથી ઘણા પરણિત હોવાનું સામે આવ્યું હતું. તેમણે પોતાનો ચેપ પોતાની પત્નીઓને લગાડયો હતો. આંકડા મુજબ, 30 પુરુષો અને 15 મહિલાઓ એચઆઈવી પોઝિટીવ થયા છે.


Google NewsGoogle News