ઉત્તર ભારતમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 20 લોકોનાં મોત

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
ઉત્તર ભારતમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 20 લોકોનાં મોત 1 - image


ભૂસ્ખલન, ટ્રાફિક જામ, મકાનો ધરાશાયી થવાની ઘટનાઓથી લોકો પરેશાન

ભારે વરસાદને કારણે અમરનાથા યાત્રા બાલતાલ રૂટ ઉપર પણ સસ્પેન્ડ ઃ અગાઉ બુધવારે પહલગામ રૂટ પણ બંધ કરાયો હતો

(પીટીઆઇ) નવી દિલ્હી: ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૨૦ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, ટ્રાફિક જામ, મકાનો ધરાશયી થવાની ઘટનાઓ જોવા મળી છે. 

હરિયાણામાં ડેમ ઓવરફલો થતાં અનેક ગામોમાં પાણી પ્નવેશી ગયું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે જણાવ્યું છે કે શ્રી અમરનાથજી યાત્રા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાર્ષિક અમરનાથ યાત્રા બાલ્ટા રૂટ પર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.  અગાઉ પહલગામ રૂટ પર અમરનાથ યાત્રા બુધવારે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વી કે ભિદુરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભારે વરસાદના કારણે અમનરનાથ યાત્રાના બંને રૂટ પહલગામ અને બાલ્ટા બંધ કરી દેવામાં આવ્યા છે. 

ઉત્તર ભારતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડયો છે. રાજસ્થાનમાં છેલ્લા બે દિવસમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૧૬ લોકોનાં મોત થયા છે. શનિવારે બે લોકોનાં મોત થયા હતાં અને આજે રવિવારે ૧૪ લોકોનાં મોત થયા છે. 

દિલ્હીમાં મધ્ય, દક્ષિણ, દક્ષિણપશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતાં. રોહિણીના સેક્ટર ૨૦માં સાત વર્ષનો છોકરો ડૂબી ગયો હતો.  ગુરુગ્રામમાં દિવસ દરમિયાન ૭૦ મિમી વરસાદ પડયો હતો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં ત્રણ છોકરીઓના મોત થયા છે રાજ્યમાં ૨૮૦થી વધુ માર્ગો બંધ કરવાની ફરજ પડી છે.

ઉત્તર પ્રદેશના જાલૌનમાં ઘરની છત તૂટી પડતાં મહિલા અને તેના સાત વર્ષના પુત્રનું મોત થયું છે. રાજસ્થાનમાં જયપુરના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કારોલી અને હિંદુઆન વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જયપુરમાં કનોટા ડેમમાં પાંચ લોકોના ડૂબી જવાથી મોત થયાની આશંકા છે. 


Google NewsGoogle News