નિર્માણાધિન સંસદ ભવનમાં 20 ફૂટ ઉંચા સ્તંભનું થયું અનાવરણ, જાણો, રાષ્ટ્રીય સ્મારક અશોક સ્તંભ વિશે
સમ્રાટ અશોકે બૌધ્ધધર્મના પ્રચાર માટે સ્તૂપ અને સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું
સારનાથના ધમ્મચક્રના સ્મારક સ્તૂપને રાષ્ટ્રીય પ્રતિક તરીકે માન્યતા મળી છે
નવી દિલ્હી, 11 જુલાઇ,2022,સોમવાર
વિસ્ટા પ્રોજેકટ અંર્તગત ભારતનું નવું સંસદ ભવન બની રહયું છે. આજે નવા બાંધકામ સ્થળે 20 ફુટ ઉંચા અને 8500 કિલો વજન ધરાવતા અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ અનાવરણ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પિકરની વિશેષ ઉપસ્થિતિ હતી. ભારતના લોકતંત્ર સાથે જોડાઇ ગયેલો અશોક સ્તંભ અને ત્રણ સિંહની આકૃતિના પ્રતિકનો ઇતિહાસ રસપ્રદ છે.
મૌયકાળના શકિતશાળી સમ્રાટ અશોકનું નામ જાણીતું છે. ધ ગ્રેટ અશોક ભારતના શ્રેષ્ઠ અને શકિતશાળીઓમાં ગણના થાય છે. અશોકના શાસનકાળમાં છેક અફઘાનિસ્તાન સુધી આણ પ્રવર્તતી હતી. ઇતિહાસમાં કલિંગ યુદ્ધનો પ્રસંગ જાણીતો છે. જેમાં નરસંહાર જોઇને અશોકનું હ્વદય પરીવર્તન થવાની વાત છે. અશોક અહિંસા અને શાંતિ માટે બૌધ્ધધર્મનું શરણ લીધું હતું.
બૌધ્ધધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા. અશોકે આ દરમિયાન સેંકડો સ્થળોએ સ્તૂપ બનાવ્યા જેમાં કેટલાક સ્થળોએ અશોક સ્તંભ જોવા મળે છે જેમાં સારનાથ, સાંચી, દિલ્હી, વૈશાલી અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. સારનાથના વિશ્વ પ્રસિદ્ધ ધમ્મચક્રના સ્મારક સ્તૂપને રાષ્ટ્રીય પ્રતિક તરીકે માન્યતા મળી છે.
બૌધ્ધ ધર્મમાં સિંહનું પ્રતિક મહત્વ છે. આજે પણ અનેક બૌધમઠોમાં સિંહ પાળવામાં આવે છે. પાલી કથાઓમાં બુદ્ધકો ને શાકયસિંહ અને નરસિંહ નામથી પણ ઓળખવામાં આવે છે એટલું જ નહી બુધ્ધ ઉપદેશને સિંહની ગર્જના સમાન માનવામાં આવે છે. અશોક સ્તંભ 45 ફૂટ ઉંચો છે જેનું બલુઆ પથ્થરમાંથી નિર્માણ થયું છે. પાયા સિવાયની તેની ડિઝાઇન ગોળાકાર જોવા મળે છે. સ્તંભમાં હાથી, અશ્વ, બળદ અને સિંહ દોડતા હોય તેવી આકૃતિઓ છે. અશોક ચક્રમાં 24 આરા જોવા મળે છે જેનો રાષ્ટ્રધ્વજ તિરંગામાં સમાવેશ કરવામાં આવ્યો છે.