આ રાજ્યમાં વર્ષમાં બે વાર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર,અમિત શાહે કરી જાહેરાત
Image: Twitter
Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ઈદ અને મોહરમના અવસર પર બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.'
Mendhar માં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા, મુફ્તી અને નેહરુ-ગાંધી પરિવારે 90ના દાયકાથી અત્યાર સુધી આતંકવાદ ફેલાવ્યો છે. તો બીજી બાજુ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો અંત લાવ્યો છે. અહીંના યુવાનોને પથ્થરને બદલે લેપટોપ આપવામાં આવ્યા છે.
શાહે વધુમાં કહ્યું કે, મહિલાઓના ખાતામાં 18 હજાર રૂપિયા આવશે. જ્યારે ઈદ પર 2 સિલિન્ડર આપવામાં આવશે. આ સિવાય અમે 500 યુનિટ ફ્રી આપીશું.