વિક્રમ લેન્ડરે ઉતરાણ દરમિયાન ચંદ્ર પર ૨.૫ ટન માટી ઉડાડી હતી, નાસાએ કર્યો ખુલાસો

રોવર સક્રિય ના થાય તો પણ ચંદ્રયાન-૩ નો ઉદેશ્ય પાર પડી ગયો છે.

ચંદ્વયાન -૩ ની કામયાબી પછી ઇસરો હવે પોતાના નવા મિશન તરફ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વિક્રમ લેન્ડરે ઉતરાણ દરમિયાન ચંદ્ર પર ૨.૫ ટન માટી ઉડાડી હતી, નાસાએ કર્યો ખુલાસો 1 - image


નવી દિલ્હી, ૨૭ ઓકટોબર,૨૦૨૩,શુક્રવાર 

ચંદ્રયાન -૩ અંર્તગત ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ઉતર્યુ ત્યારે ૨.૫ ટન  માટી ઉડવાથી ખાડો પડી ગયો હતો. આ ખાડો ૧૦૮.૪ વર્ગમીટર ક્ષેત્રમાં ફેલાયેલો હતો. અંતરિક્ષ વિજ્ઞાનની ભાષામાં ઇઝેકટા હાલો એટલે કે પરાવર્તન વિસંગતી કહેવામાં આવે છે. આ અંગેની માહિતી ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આપી હતી. ૨૩ ઓગસ્ટના રોજ જેવું વિક્રમ નીચે આવ્યું કે ચંદ્રની સપાટી પર તેણે પોતાના થ્રસ્ટર્સને સક્રિય કરી દીધા હતા  તેના પરિણામ સ્વરુપ ચંદ્રમાંની સપાટીથી માટી અને ધૂળ ઉડીને વિક્રમ લેન્ડર આસપાસ એકઠી થઇ હતી. 

ઇસરો દ્વારા મળતી માહિતી મુજબ ચંદ્વયાન -૩નું લેન્ડર અને રોવર હાલમાં સ્લીપિંગ મોડમાં છે. આ સિસ્ટમને ફરી સક્રિય કરવા માટેના પ્રયાસો  હજુ ચાલુ છે, ચંદ્ર પર શુન્યથી માંડીને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ નીચેનું વિષમ તાપમાન હોવા છતાં  ઇલેકટ્રોનિક સર્કિટ ક્ષતિગ્રસ્ત થયા નથી. જો કે ઇસરોના વડા એસ સોમનાથ પહેલાથી જ સ્પષ્ટતા કરી ચુકયા છે કે લેન્ડર અને રોવર સક્રિય ના થાય તો પણ ચંદ્રયાન-૩ નો ઉદેશ્ય પાર પડી ગયો છે. આથી આને લઇને કોઇ પણ પ્રકારની ક્ષતિ ગણાશે નહી. 

ચંદ્રયાન -૩ ના રોવર પ્રજ્ઞાને અપેક્ષા મુજબ જ તેનું કામ પાડયું છે આથી તે સ્લીપ મોડમાં રહે તો પણ કોઇજ સમસ્યા નથી. ચંદ્વયાન -૩ ની કામયાબી પછી ઇસરો હવે પોતાના નવા મિશન તરફ આગળ વધી રહયું છે. ઇસરો હવે એકસપીઓસેટ એટલે કે એકસ- રે પોલરિમીટર ઉપગ્રહ તૈયાર કરી રહયું છે. એકસપોસેટને પીએસએલવી રોકેટ સાથે જોડીને  પ્રક્ષેપિત કરવામાં આવશે. આ પ્રક્ષેપણ વર્ષના અંતમાં નવેમ્બર કે ડિસેમ્બરમાં થઇ શકે છે. બીજા એક મિશન ઇન્સેટ ૩ ડીએસની તૈયારી પણ કરે છે. જે એક જળવાયુ ઉપગ્રહ છે જે ડિસેમ્બરમાં છોડવામાં આવે તેવી શકયતા છે. 


Google NewsGoogle News