1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ, બે દોષિત, અજમેરની ટાડા કોર્ટનો ચુકાદો

કોર્ટે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ, બે દોષિત, અજમેરની ટાડા કોર્ટનો ચુકાદો 1 - image


Court News : અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા (Abdul Karim Tunda)ને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન (Irfan) અને હમીદુદ્દીન (Hameeduddin)ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ છે.

કોર્ટે લગભગ 30 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો

અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી, 1993માં કોટા, લખનઉ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ટુંડા આ કેસોમાં આરોપી હતો. કોર્ટે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. અજમેરની ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તા (Mahavir Prasad Gupta)એ અનેક સાક્ષીઓ, પુરાવાઓ અને વર્ષોની ચર્ચા પછી પોતાનો ચુકાદો આપતાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. અબ્દુલ કરીમ ટુંડાના વકીલ શફકત સુલતાનીએ જણાવ્યું હતું કે સીબીઆઈ કોર્ટ (CBI court) દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીમુદ્દીનને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા

આ કેસમાં ટાડા કોર્ટે 2004ની 28 ફેબ્રુઆરીએ 16 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને બાકીના આરોપીઓની સજા યથાવત રાખી હતી, જેઓ જયપુર જેલમાં બંધ છે. ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અબ્દુલ કરીમ ટુંડા, હમીદુદ્દીન અને ઈરફાન અહેમદ વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હમીદુદ્દીન અને ઈરફાન પર આંધ્રપ્રદેશ, યુપી, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો આરોપ હતો, જ્યારે અબ્દુલ કરીમ ટુંડા પર માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ, બે દોષિત, અજમેરની ટાડા કોર્ટનો ચુકાદો 2 - image


Google NewsGoogle News