ખુશીઓની સોગાદ લાવે છે દરેક નવું વર્ષ, 1990માં શું કમાલ થયો? 32 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ
- ન્યૂ યર સેલિબ્રેશનના આ વીડિયોમાં દીપ્તિ નવલ, શત્રુઘ્ન સિન્હા, શબાના આઝમી, ઓમ પુરી, દારા સિંહ, હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવા અનેક દિગ્ગજ કલાકારો જોવા મળ્યા
નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી, 2022, રવિવાર
દર વર્ષે 365 દિવસ બાદ એક નવા વર્ષની શરૂઆત થાય છે અને દરેક વ્યક્તિ નવા સંકલ્પો સાથે પોતાની જિંદગીની એક તાજી શરૂઆત કરે છે. નવા વર્ષને ખાસ બનાવવામાં એન્ટરટેઈનમેન્ટ જગતનું ખાસ યોગદાન રહ્યું છે. વર્તમાન સમયમાં નવા વર્ષે દરેક શોમાં કશુંક સ્પેશિયલ હોય છે પરંતુ વીતેલા જમાનાના ન્યૂ યર સેલિબ્રેશન પણ કાંઈ ઓછા નહોતા. શનિવારે 2022ના વર્ષની શરૂઆત થઈ છે ત્યારે 1990ના ન્યૂ યર સેલિબ્રેશનના વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર જૂના દિવસોની યાદ તાજી કરાવી છે.
દિગ્ગજ અભિનેત્રી પર ફિલ્માવવામાં આવેલા ન્યૂ યર સેલિબ્રેશનના આ વીડિયોમાં દીપ્તિ નવલ, શત્રુઘ્ન સિન્હા, શબાના આઝમી, ઓમ પુરી, દારા સિંહ, હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવા અનેક દિગ્ગજ કલાકારો જોવા મળી રહ્યા છે. ડાન્સ અને ગીતો ઉપરાંત બાળકોના હાસ્ય-ઠહાકાઓથી છલોછલ આ વીડિયોમાં આજથી 32 વર્ષ પહેલાના ખુશીઓથી ગુલઝાર વર્ષનો અનુભવ ભરેલો છે. આ વીડિયોને દૂર દર્શન પર ઓન એર કરવામાં આવ્યો હતો જેમાં લોકો માટે નવા વર્ષના પ્રસંગે સરકાર દ્વારા આપવામાં આવતી ખાસ યોજનાઓનું વિવરણ પણ છે.
1990 new year celebration on Doordarshan! pic.twitter.com/thZSHOdS2R
— 90skid (@memorable_90s) January 1, 2022
યુઝર્સે જૂના દિવસોને કર્યા યાદ
'દરેક નળમાં પાણી, દેશમાં દૂધની ગંગા, ઝડપી એડમિશન, ઝડપી પેન્શન, ભાષણ ઓછું-કામ વધારે, માત્ર એક દિવસ નહીં આખું વર્ષ.' આવા કેટલાક ખાસ સંકલ્પો વડે ભરેલું હતું 1990નું વર્ષ. આ વચનો પૂરા થયા અને આજે દેશ ખૂબ જ પ્રગતિ કરી ચુક્યો છે. 1990ના આ નવા વર્ષની ઉજવણીના વીડિયોએ અનેક લોકોને જૂના દિવસોની યાદ અપાવી છે.