Get The App

19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 25.50નો વધારો

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 25.50નો વધારો 1 - image


ઓઇલ માર્કેટિંગ કંપનીઓેની ભાવ વધારાની જાહેરાત પછી દિલ્હી અને મુંબઇમાં કોમર્શિયલ એલપજી સિલિન્ડરના ભાવમાં ૨૫.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. કોલકાતામાં ૨૪ રૂપિયા અને ચેન્નાઇમાં ૨૩.૫૦ રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો ફક્ત ૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૭૬૯.૫૦ રૂપિયાથી વધીને ૧૭૯૫ રૂપિયા થઇ ગયો છે. કોલકાતામાં આ સિલિન્ડરનો ભાવ ૧૮૮૭ રૂપિયાથી વધીને ૧૯૧૧ રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૭૪૯ રૂપિયા અને ચેન્નાઇમાં ૧૯૬૦ રૂપિયા થઇ ગયો છે. દિલ્હીમાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૦૩ રૂપિયા પર સ્થિર રહ્યો છે. 


Google NewsGoogle News