Get The App

ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં રૃ. ૧૭૬૦ કરોડની રોકડ, દારૃ, ડ્રગ્સ પકડાયું

જપ્ત કરાયેલી વસ્તુઓમાં રોકડ, દારૃ, ડ્રગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ સામેલ ઃ ૬૫૯.૨૦ કરોડ સાથે તેલંગણા પ્રથમ ક્રમે

ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી અત્યાર સુધીના આંકડા

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News


નવી દિલ્હી, તા. ૨૦ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં રૃ. ૧૭૬૦ કરોડની રોકડ, દારૃ, ડ્રગ્સ પકડાયું 1 - image

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં ૧૭૬૦ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે તેમ ભારતીય ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે.

ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું હતું કે આ વસ્તુઓનો ઉપયોગ પાંચ રાજ્યોના રાજ્યોને લાલચ આપવા માટે થવાનો હતો.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ૯ ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત પછી પાંચ રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં ૧૭૬૦ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે જો ૨૦૧૮ની આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં સાત ગણી વધારે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કુલ ૨૩૯.૧૫ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે રાજસ્થાનમાં ૨૫ નવેમ્બરે જ્યારે તેલંગણામાં ૩૦ નવેમ્બરે મતદાન થવાનું છે.

ચૂંટણી પંચે જારી કરેલા આંકડા અનુસાર તેલંગણામાં સૌથી વધુ ૬૫૯.૨ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ત્યારબાદ રાજસ્થાનમા ૬૫૦.૭૦ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે.

ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશમાં ૩૨૩.૭૦ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે. ચોથા ક્રમે છત્તીસગઢમાં ૭૬.૯ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે. પાંચમા ક્રમે મિઝોરમમાં ૪૯.૬ કરોડ રૃપિયાની રોકડ, દારૃ, ડ્ગ્સ, મફત વસ્તુઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે.

 

 


Google NewsGoogle News