Get The App

એલર્ટ ! ઘરમાં પાર્ક કરેલી કારના 175 કિ.મી. દૂર FASTag થી પૈસા કપાયા, પીડિતે ગડકરીને લખ્યો પત્ર

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
એલર્ટ ! ઘરમાં પાર્ક કરેલી કારના 175 કિ.મી. દૂર FASTag થી પૈસા કપાયા, પીડિતે ગડકરીને લખ્યો પત્ર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર

અત્યાર સુધી તમે ટોલ નાકા પરથી કાર કે અન્ય ફોર વ્હીલરને પસાર થવા પર જ ફાસ્ટેગથી રૂપિયા કપાતા જોયા અને સાંભળ્યા હશે પરંતુ મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક નવો અને અનોખો મામલો સામે આવ્યો છે. ઘરની બહાર પાર્ક કરેલી એક કારનો 175 કિમી દૂર ટોલ ટેક્સ કપાઈ ગયો. હવે કાર માલિકે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને આ મામલે ફરિયાદ કરી છે.

નર્મદાપુરમના માખનનગર રોડ પર રહેતા દયાનંદ પચોરીની કાર ઘરમાં બનેલી દુકાનની સામે પાર્ક કરી હતી. 27 નવેમ્બરે ગાડીના ફાસ્ટેગથી લગભગ 175 કિમી દૂર વિદિશાના સિરોન્જ સ્થિત ટોલ પ્લાઝા પર 40 રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો. એ મેસેજ જોતા જ ટોલ પ્લાઝાના ટોલ ફ્રી ફરિયાદ નંબર પર ફરિયાદ નોંધાવામાં આવી અને ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. 

પીડિતે મામલા અંગે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીના કાર્યાલયમાં કોલ કર્યો. ત્યાંથી પીડિતને જણાવાયું કે આ સમસ્યાને ઈ-મેલ આઈડી પર મેલ કરી દો. જે બાદ કાર માલિકે પત્ર લખીને ઈ-મેલના માધ્યમથી ફરિયાદ કરી છે.

પીડિત દયાનંદ પચૌરીએ જણાવ્યુ કે 27 નવેમ્બરે હુ દુકાન પર કામ કરી રહ્યો હતો. અચાનક મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે વિદિશાની પાસે સિરોન્જ ટોલ નાકા પર મારી કારના ફાસ્ટ ટેગથી 40 રૂપિયા કપાઈ ગયા છે જ્યારે હું આજ સુધી ક્યારેય સિરોન્જ ગયો નથી. અમે ટોલ ફ્રી નંબર 1035 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી પરંતુ કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહીં. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના માધ્યમથી કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીનો નંબર મળ્યો અને તે નંબર પર ફોન કર્યો તો અંગત સચિવે ફોન ઉઠાવ્યો. કેન્દ્રીય મંત્રીના પીએએ પીડિતને જણાવ્યું કે સંબંધિત સમસ્યાને ઈમેલ આઈડી પર મેલ કરી દો. અમે તપાસ કરીશુ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 


Google NewsGoogle News