Get The App

દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં

Updated: Mar 25th, 2025


Google News
Google News
દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં 1 - image


Bhupendra Yadav: દેશમાં છેલ્લા દસ વર્ષમાં દસ જ વર્ષમાં વિવિધ રાજ્યોમાં કુલ 1,734 ચોરસ કિ.મી. જંગલો કાપીને ડેવલપમેન્ટ એટલે કે ‘વિકાસ’ની મંજૂરી અપાઈ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે, 2014-15 અને 2023-24 વચ્ચે વનનિયમ અધિનિયમ 1980 હેઠળ માળખાગત વિકાસ માટે 1.73 લાખ હેક્ટર વન-જંગલોની જમીન પર વિકાસની મંજૂરી અપાઈ હતી. 

દેશમાં સૌથી વધુ 77,073 ચોરસ કિલોમીટર વન વિસ્તાર મધ્ય પ્રદેશમાં છે, જ્યાં દેશમાં સૌથી વઘુ 358.52 ચોરસ કિલોમીટર જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એવી જ રીતે, ગુજરાતમાં 99.85 ચોરસ કિ.મી., ઓડિશામાં લગભગ 244 ચોરસ કિ.મી., તેલંગાણામાં 114.22 ચોરસ કિ.મી. અને અરુણાચલ પ્રદેશમાં 94.95 ચોરસ કિ.મી. જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એટલું જ નહીં, આ દસ વર્ષમાં સૌથી ઓછા જંગલો ધરાવતા રાજસ્થાનમાં પણ 87.96 ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હેતુફેર કરાયો છે., તો મહારાષ્ટ્રમાં 85 ચોરસ કિ.મી., ઝારખંડમાં 83.53 ચોરસ કિ.મી., છત્તીસગઢમાં 79.25 ચોરસ કિ.મી. અને ઉત્તર પ્રદેશમાં 70.59 ચોરસ કિ.મી. વન-જંગલ વિસ્તાર હેતુ ફેર કરી દેવાયો છે. 

આ પણ વાંચોઃ 'તું બેસી જા, કશું આવડતું નથી...', રાબડી દેવી સાથે તુ તડાક પર ઉતરી આવ્યા નીતિશ કુમાર

આશ્ચર્યની વાત તો એ છે કે, દર બે વર્ષે જાહેર કરાતાં ઇન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં ફોરેસ્ટ કવર એટલે જંગલ વિસ્તાર વધી રહ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, દેશમાં 2013માં 6.98 લાખ ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હતો, જે 2023માં વધીને 7.15 ચોરસ કિ.મી. થઈ ગયો છે.

દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં 2 - image

Tags :