બેંગલુરુ: 7માં માળેથી ઝંપલાવી 16 વર્ષના એન્જિનિયરિંગ ભણતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતા ખળભળાટ
Image: Freepik
Engineering Student Suicide in Bengaluru: બેંગલુરુથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાંના ગેદ્દાલહલ્લીમાં પોતાના એપાર્ટમેન્ટના સાતમા માળેથી કથિત રીતે કૂદ્યા બાદ એક 16 વર્ષના છોકરાનું મોત નીપજ્યું. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે તે બેંગલુરુની એક સ્કુલમાં પ્રી-યુનિવર્સિટી કોર્સનો ફર્સ્ટ યરનો વિદ્યાર્થી હતો અને આ ઘટના રવિવારે થઈ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, 'અમે તેના આટલું મોટું પગલું ઉઠાવવા પાછળના કારણની તપાસ કરી રહ્યાં છે.'
દેશમાં કિશોર અને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. તાજેતરના મામલાની વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનના કોટામાં એક સગીર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.
આ પણ વાંચો: કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી, PM મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન, માફીનો પણ ઈનકાર
મૃતકની ઓળખ 16 વર્ષના વિવેક કુમાર તરીકે થઈ હતી. જે જવાહર નગર સ્થિત હોસ્ટેલમાં રહીને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા (જેઈઈ) ની તૈયારી કરી રહ્યો હતો. તેણે શુક્રવારે રાત્રે હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને પોતાનો જીવ ગુમાવી દીધો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને કબ્જામાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી.
જાણકારી અનુસાર મધ્ય પ્રદેશના અનૂપપુરનો રહેવાસી વિવેક એપ્રિલમાં જ કોટા આવ્યો હતો અને એક કોચિંગ સંસ્થાથી અભ્યાસ કરી રહ્યો હતો. વિવેકના પિતા ઈન્દ્ર કુમારે જણાવ્યું કે તે અભ્યાસમાં સારો હતો અને હંમેશા સકારાત્મક રહેતો હતો. શુક્રવારે સવારે તેના પુત્ર સાથે અંતિમ વાત થઈ હતી. જેમાં તેણે જણાવ્યું કે તે કોચિંગ જશે નહીં અને હોસ્ટેલમાં જ અભ્યાસ કરશે. તે બાદ રાત્રે હોસ્ટેલથી ઘટનાની માહિતી મળી.