Get The App

રાત્રે બે વાગ્યે આભ ફાટ્યું, એક જ પરિવારના 16 લોકો પાણીમાં તણાયા: આપવીતી સાંભળી હૈયું કંપી જશે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Rampur


Himachal Pradesh Heavy Rain : હિમાચલ પ્રદેશમાં રાત્રે બે આભ ફાટ્યુ હોવાથી અમુક વિસ્તારોમાં ભુસ્ખલન થવાની ઘટના બની છે. જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન શિમલા જિલ્લાના  રામપુરના સમેજ ગામમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં શ્રીખંડમાં ભુસ્ખલન થતા છ લોકોના મોત થવાની સાથે 47 લોકો ગુમ છે, જ્યારે એક વ્યક્તિએ આ ઘટનામાં પોતાના પરિવારના 16 સભ્યોને ગુમાવ્યાં હોવાનું જણાવ્યું છે.

ગુમ થયેલા 47 લોકોને શોધવા તંત્રનું બચાવ અભિયાન

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં આભ ફાટવાથી 47 લોકો ગુમ થયા છે, ત્યારે ગઈ કાલથી જિલ્લા પ્રશાસન દ્વારા આ લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 47 જેટલા લોકોને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ અભિયાનમાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ મળ્યું નથી. આ દરમિયાન તંત્રએ NDRF, SDRF, CISF, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ, જિલ્લા પોલીસ, હોમગાર્ડ સહિત કુલ 410 બચાવકર્મી દ્વારા ડ્રોનની મદદથી ગુમ થયેલા લોકોને શોધી કરી રહ્યાં છે. 

આ પણ વાંચો : અતિભારે વરસાદના કારણે 50ના મોત: હિમાચલ પ્રદેશમાં આફતનો પહાડ, અનેક ગામો તબાહ

પરિવારના 16 સભ્યો પણ ગુમાવનાર વ્યક્તિએ શું કહ્યું?

શિમલા જિલ્લાના રામપુર વિસ્તારમાં આવેલા સમેજ ગામમાં આભ ફાટ્યું હોવાથી 36 લોકો ગુમ થયા છે. આ દરમિયાન એક પરિવારના 16 સભ્યો પણ ગુમ થયા છે, ત્યારે સમેજ ગામના વૃદ્ધ બક્શી રામ રડતા-રડતા જણાવ્યું હતું કે, 'મારા પરિવારના 15-16 સભ્યો પૂરમાં તણાઈ ગયા છે. ગામમાં આભ ફાટ્યું ત્યારે હું રામપુર ગામમાં હતો. જ્યારે હું ચાર વાગ્યાની આસપાસ અમારા ગામ પહોંચ્યો તો બધુ તબાહ થઈ ગયું હતું'

આખુ ગામ મારી નજર સામે તણાઈ ગયુ

એક મહિલાએ જણાવ્યું હતું કે, 'આખા ગામમાં ફક્ત મારુ એક ઘર બચી ગયું છે, બાકી બધુ મારી નજર સામે તણાઈ ગયુ. 1 ઓગસ્ટે અમે પરિવાર સાથે હતા ત્યારે અચાનક એક વિસ્ફોટ થતાં આખુ ઘર ધ્રૂજી ઉઠ્યું હતું. લોકો ઘરે જોઈને ભાગી રહ્યાં હતા. થોડીક વારમાં તો આખુ ગામ પૂરમાં તણાઈ ગયું. અમે બધા આખી રાત ગામમાં સ્થિત ભગવતી મંદિરમાં રોકાયા હતા.'

મુખ્ય સચિવે શું કહ્યું?

મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ જણાવ્યું હતું કે, 'કુલ્લુમાં શ્રીખંડ મહાદેવની આસપાસ ફસાયેલા લગભગ 300 લોકો સુરક્ષિત છે અને મલાણામાં લગભગ 25 પ્રવાસીઓને સ્થાનિક લોકો દ્વારા કાળજી લેવામાં આવી રહી છે.'

રાત્રે બે વાગ્યે આભ ફાટ્યું, એક જ પરિવારના 16 લોકો પાણીમાં તણાયા: આપવીતી સાંભળી હૈયું કંપી જશે 2 - image


Google NewsGoogle News