Get The App

15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, લોકસભામાં ગડકરીનો જવાબ તમારે જાણવો જરૂરી

ગડકરીએ કહ્યું કે 30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા, જેમાં 28,050 સરકારી વાહનો હતા

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, લોકસભામાં ગડકરીનો જવાબ તમારે જાણવો જરૂરી 1 - image


No ban on 15 year old vehicles Nitin Gadkari clarifies | ઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને ફગાવી દેતાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ ચોખવટ કરી દીધી છે. હાં, નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી. 

માત્ર અહીં છે કેટલાંક પ્રતિબંધ... 

જોકે નિતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે દિલ્હી-NCRમાં સુપ્રીમકોર્ટે 10 વર્ષ કે તેનાથી વધુ જૂના થઈ ચૂકેલા ડીઝલ વાહનો અને 15 વર્ષ કે તેનાથી જૂના પેટ્રોલ વાહનો પર રોક લગાવી દીધી છે. ગડકરીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. 

સુપ્રીમકોર્ટનો આદેશ શું હતો? 

ઉલ્લેખનીય છે કે 2015માં એનજીટીએ 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. 2018માં સુપ્રીમ કોર્ટે NGTના આ આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. દિલ્હીમાં વધતા જતાં પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે આ વાહનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આવા વાહનોની યાદી વેબસાઈટ પર મુકવા પણ કહ્યું હતું.

સરકાર સ્ક્રેપિંગ પોલિસીનું શું થયું? 

જૂના વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર સ્ક્રેપિંગ પોલિસી લાવી હતી. સ્ક્રેપિંગ પોલિસી હેઠળ સરકાર વાહનોને બદલવા માટે ઈન્સેન્ટિવ આપે છે જેથી લોકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ તરીકે વેચવા માટે તૈયાર થાય. જો કે સરકારની આ નીતિ પણ વધારે સફળ ન થઈ. અન્ય એક પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે 30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે. આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા.

15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, લોકસભામાં ગડકરીનો જવાબ તમારે જાણવો જરૂરી 2 - image



Google NewsGoogle News