Get The App

15 વર્ષની છોકરી 12 વર્ષના છોકરાને લઈને ત્રીજી વખત ભાગી ગઈ! નોઈડાનો હચમચાવતો કિસ્સો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
15 વર્ષની છોકરી 12 વર્ષના છોકરાને લઈને ત્રીજી વખત ભાગી ગઈ! નોઈડાનો હચમચાવતો કિસ્સો 1 - image


Image: Freepik

Noida: નોઈડામાં 15 વર્ષની છોકરીએ પરિવાર અને પોલીસને હેરાન કરી દીધા છે. તે ત્રણ વખત ઘરેથી ભાગી ચૂકી છે. બીજી વખત 12 વર્ષના એક પાડોશી સાથે ફરાર થઈ ગઈ છે. બે વખત પોલીસ તેને જપ્ત કરીને પાછી લાવી ચૂકી હતી. હવે પરિવાર શહેર છોડવા જઈ રહ્યું હતું તો તે સમયે એક વખત ફરી તે ભાગી ગઈ. 12 વર્ષનો તે છોકરો પણ લાપતા છે.

મામલો નોઈડાના સેક્ટર 58 સ્થિત ગામ બિશનપુરાનો છે. સગીરા મંગળવારે સાંજે તે ઘરેથી ભાગી જ્યારે પરિવાર પુત્રીની ખરાબ ટેવોના કારણે નોઈડા છોડીને બિહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. પિતા ઓટો લેવા નીકળ્યા હતા અને તે માતા અને નાની બહેનને ચકમો આપીને ગાયબ થઈ ગઈ. બે વખત કિશોરીને જપ્ત કરી ચૂકેલી પોલીસ એક વખત ફરી શોધવામાં લાગી ગઈ છે.

મૂળ બિહારના દરભંગાના રહેવાસી પીડિતે જણાવ્યું કે મારી બે પુત્રીઓ છે. મોટી પુત્રી 15 વર્ષ અને નાની પુત્રી 12 વર્ષની છે. લગભગ 4 વર્ષ પહેલા તે પુત્રીઓને ભણાવવા માટે તે નોઈડા આવ્યા હતા. બિશનપુરામાં ભાડે એક રૂમ લીધો. પતિ-પત્નીએ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને પુત્રીઓને ભણાવી રહ્યા હતા. પિતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2024માં મોટી પુત્રી પાડોશમાં રહેતી બે અન્ય સગીર યુવતીઓને સાથે લઈને ભાગી ગઈ. પોલીસે શોધખોળ કરીને લગભગ એક અઠવાડિયા બાદ વૃંદાવનથી જપ્ત કરી. તે ઘરેથી 50 હજાર રૂપિયા લઈને ગઈ હતી. જયપુરમાં ફર્યા બાગ વૃંદાવન પહોંચી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર લગભગ 15 દિવસ પહેલા પણ કિશોરી પાડોશમાં રહેતા 12 વર્ષીય કિશોર સાથે લાપતા થઈ ગઈ હતી. આકરી મહેનત બાદ તેને પકડી લેવાઈ. પિતાએ પોલીસને જણાવ્યું કે હવે તેમણે નોઈડા છોડવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે સાંજે તે પરિવાર સહિત દરભંગા જવા માટે નીકળવાના હતા. તે ઓટો લેવા માટે નીકળ્યા હતા. પત્ની અને નાની પુત્રી ઘરનો સામાન પેક કરી રહી હતી, ત્યારે મોટી પુત્રી ચકમો આપીને જતી રહી. આરોપ છે કે પાડોશમાં રહેતો 12 વર્ષીય છોકરો પણ ગાયબ છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતે તે કિશોરને પણ પોતાની સાથે લઈ ગઈ છે. એડીસીપીના જણાવ્યા અનુસાર કિશોરીને શોધવા માટે ટીમની રચના કરી દેવાઈ છે. ટૂંક સમયમાં જ કિશોરીને પકડી લેવામાં આવશે.


Google NewsGoogle News