Get The App

7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત, વિમાનોમાં અવર-જવર કેટલી હદે સુરક્ષિત?

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત, વિમાનોમાં અવર-જવર કેટલી હદે સુરક્ષિત? 1 - image


Plane Crash Accidents: દક્ષિણ કોરિયા અને અઝરબૈજાનના પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે. દુનિયામાં 24 કલાકમાં ત્રણ દેશોમાં વિમાન દુર્ઘટનાની ત્રણ ઘટના બની, જેમાં દક્ષિણ કોરિયામાં 179 લોકોનાં મોત નીપજ્યાં જ્યારે કેનેડા અને નોર્વેમાં વિમાન અકસ્માતોમાં પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે 181 લોકોને લઈને જઈ રહેલું જેજુ એરનું બોઈંગ 737-800 વિમાન મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે આગળના લેન્ડિંગ ગીયરમાં ખામીના કારણે રનવે પર લપસી જતાં એક દિવાલ સાથે અથડાતા અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘનામાં 179 લોકોના મોત થઈ છે. ક્યારેક પક્ષીઓ ટકરાવાથી તો ક્યારેક ટેક્નિકલ ખામી અથવા તો ખરાબ હવામાનના કારણે વિશ્વભરમાં વિમાન દુર્ઘટના સર્જાતી રહે છે. ત્યારે એવિએશન સેફ્ટીના આકંડા પ્રમાણે 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત નિપજ્યા છે. 

2023માં દુનિયાભરમાં 109 વિમાન દુર્ઘટના

વિમાન દુર્ઘટના પર નજર રાખનારી સંસ્થા એવિએશન સેફ્ટીના રિપોર્ટ પ્રમાણે 2023માં દુનિયાભરમાં 109 વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 120 લોકોના મોત થયા હતા. આ હિસાબે દર મહિને સરેરાશ 9 વિમાન દુર્ઘટના થઈ જેમાં 10 લોકોના મોત થયા છે. એવિએશન સેફ્ટીના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે સૌથી વધુ 34 વિમાન દુર્ઘટના અમેરિકામાં સર્જાઈ હતી. 

7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત

એવિએશન સેફ્ટીના આંકડા પ્રમાણે 2017થી 2023 વચ્ચે વિશ્વભરમાં 813 પ્લેન ક્રેશ થઈ ચૂક્યા છે. પ્લેન ક્રેશની 813 ઘટનાઓમાં 1,473 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોટાભાગની વિમાન દુર્ઘટનાઓ લેન્ડિંગ દરમિયાન થાય છે. આ સાત વર્ષમાં લેન્ડિંગ દરમિયાન 261 દુર્ઘટના સર્જાઈ છે. ત્યારબાદ ઉડાન દરમિયાન જ 212 દુર્ઘટના તો ઘટી છે. આ દરમિયાન ભારતમાં 14 દુર્ઘટના સર્જાઈ છે.

મોટાભાગની વિમાન દુર્ઘટના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન સર્જાઈ છે

એવિએશન સેફ્ટીએ જણાવ્યું કે, મોટાભાગની વિમાન દુર્ઘટના ટેક-ઓફ દરમિયાન અને પછી લેન્ડિંગ દરમિયાન થાય છે. ગત વર્ષે આવી 109 દુર્ઘટના થઈ હતી, જેમાંથી 37 ટેકઓફ દરમિયાન અને 30 લેન્ડિંગ દરમિયાન સર્જાઈ હતી. વિશ્વભરમાં દર વર્ષે સેંકડો વિમાન દુર્ઘટના સર્જાવા છતાં હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

7 વર્ષમાં દર વર્ષે સરેરાશ 200 વિમાન દુર્ઘટના ઘટી

આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 7 વર્ષમાં દર વર્ષે સરેરાશ 200 વિમાન દુર્ઘટના ઘટી છે. અને માત્ર એક વર્ષમાં જ સેંકડોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ તેમ છતાં પણ હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. 

તેમ છતાં હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે

ફ્લોરિડાની એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થોની બ્રિકહાઉસે જણાવ્યું હતું કે, હવાઈ મુસાફરી એ ટ્રાન્સપોર્ટેશનનું સૌથી સુરક્ષિત માધ્યમ છે. તેમણે કહ્યું કે, 38 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવું એ જમીન પર ડ્રાઈવિંગ કરવા કરતાં વધુ સુરક્ષિત છે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં વિમાન તૂટી પડયું, 179નાં મોત

ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના રિપોર્ટ પ્રમાણે 2023માં વિશ્વભરમાં 3.7 કરોડથી વધુ વિમાનોએ ઉડાન ભરી હતી. તેમ છતાં કેટલીક જ દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે નેપાળમાં એક વિમાન ક્રેશ થઈ ગયુ હતું, જેમાં 72 લોકોના મોત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે,  IATA દર વર્ષે ફ્લાઈટ સેફ્ટી પર રિપોર્ટ જારી કરે છે. 

7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત, વિમાનોમાં અવર-જવર કેટલી હદે સુરક્ષિત? 2 - image


IATAનો દાવો 

IATAના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જ્યારે 12.6 લાખ વિમન ઉડાન ભરે છે ત્યારે એક દુર્ઘટના ઘટે છે. IATAનો દાવો છે કે, કોઈ વ્યક્તિ 1,03,239 વર્ષ સુધી દરરોજ વિમાનમાં મુસાફરી કરશે, ત્યારે કોઈ એક દિવસ એવો આવશે જ્યારે તેણે ઘાતક દુર્ઘટાનાનો સામનો કરવો પડશે. 

થોડા વર્ષો પહેલા મેસાચુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર આર્નોલ્ડ બાર્નેટે પણ ફ્લાઇટ સેફ્ટી પર એક રિપોર્ટ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જો 2018થી 2022ની વચ્ચે જો 1.34 કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી તો તેમાંથી માત્ર 1ને જ મોતનો ખતરો છે.


Google NewsGoogle News