ભાજપ નેતા રણજિથ શ્રીનિવાસન્ની હત્યા માટે PFI સાથે સંકળાયેલા 14ને ફાંસીની સજા
- પ્રોસિક્યુશને કહ્યું હતું : તેઓ ''ટ્રેઈન્ડ-કીલર્સ'' છે તેમણે રણજિથનાં માતા, પત્ની અને નાનાં બાળકની સામે જ રણજિથની હત્યા કરી હતી
અલાપ્યુઝા : ભાજપની ચોવીસી શાખાના નેતા રણજિથ શ્રીનિવાસન્ની હત્યા માટે પ્રતિબંધિત જૂથ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડિયા સાથે સંકળાયેલા ૧૪ જણને કેરળની કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. રણજિથની ૨૦૨૧ના ડીસે.માં હત્યા કરાઈ હતી અને તે પણ તેઓનાં માતા, પત્ની અને તેમના નાના પુત્રની નજર સમક્ષ જ.
કેસ અંગે પ્રોસિક્યુશને દલીલ કરતાં જણાવ્યું હતું કે, તેઓ એક તાલિમબદ્ધ હત્યારા જૂથ સમાન છે. તેઓએ ક્રૂર અને પૈશાચિક રીતે રણજિથ શ્રીનિવાસન્ની તેમનાં માતા, પત્ની અને નાનાં બાળકની સમક્ષ હત્યા કરી હતી. તે બધા પ્રતિબંધિત ''પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડીયા'' નામક આતંકવાદી જૂથ સાથે સંકળાયેલા છે. તેમણે જે ક્રૂરતાથી અને પૈશાચિક રીતે હત્યા કરી છે, તેથી તેઓ જરા પણ દયા કે ક્ષમાને પાત્ર નથી. વાસ્તવમાં આ રેરસ્ટે ઓફ ધ રેરસ્ટે ક્રાઇમ્સ પૈકીનો એક અપરાધ છે.
આ કેસમાં પ્રોસિક્યુશને મજબૂત સાંયોગિક પુરાવાઓ અન્ય પુરાવાઓ અને સાક્ષીઓની સર તપાસ-ઉલટ તપાસ તમામને ટાંકીને જે મજબૂત રજૂઆત કરી હતી તેથી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ માવેળક્કર અને એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વીજી શ્રીદેવએ આ ચૂકાદો આપ્યો હતો.