જમ્મુ-કાશ્મીરમાં 2021થી અત્યાર સુધીમાં 14 મોટા આતંકવાદી હુમલા થયા, 50 જવાનોએ શહાદત વહોરી
Image: Facebook
Jammu and Kashmir Terrorist Attacks: જમ્મુ-કાશ્મીરના ઘણાં ભાગોમાં છેલ્લા અમુક સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. એટલું જ નહીં માત્ર જુલાઈમાં જ 15 દિવસમાં ખીણમાં 4 મોટા આતંકી હુમલાઓએ લોકોને ડરાવી દીધાં છે. આ હુમલામાં સેનાના ઘણાં જવાન શહીદ થઈ ગયા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત છે. આ દરમિયાન 8 અને 15 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કટૂહા અને ડોડામાં મોટા આતંકી હુમલા થયા. કટુહામાં થયેલા હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયા. 15 જુલાઈએ આતંકીઓની સાથે થયેલી અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા હતાં.
2021માં થયાં હતાં 4 મોટા આતંકી હુમલા
2021માં સૌથી પહેલા 19 ઓગસ્ટે રાજૌરીના થાનામંડી વિસ્તારમાં આતંકવાદીઓની સાથે અથડામણમાં 2 જવાન શહીદ થઈ ગયાં હતાં. તેના થોડાં સમય બાદ જ 11 ઓક્ટોબરે પૂંચના જંગલો આતંકીઓની સાથે થયેલી અથડામણમાં 5 જવાન શહીદ થઈ ગયાં હતાં. ત્યાં 16 ઓક્ટોબરે થયેલા આતંકી હુમલામાં જમ્મુ-કાશ્મીરના બે અધિકારીઓ સહિત ચાર જવાન શહીદ થઈ ગયાં હતાં. આ હુમલો પૂંચ જિલ્લાના ભાટા દુરિયાં વિસ્તારમાં થયો હતો. તે બાદ 30 ઓક્ટોબરે થયેલા એક્સપ્લોજનમાં બે જવાન અને એક અધિકારી શહીદ થઈ ગયાં હતાં. તે સમયે જવાન રાજૌરીના નૌશેરામાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં.
2022માં થયો હતો એક હુમલો
11 ઓગસ્ટ 2022એ રાજૌરીના પરગલ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાંચ જવાન શહીદ થઈ ગયા હતાં.
2023માં આતંકવાદીઓએ કર્યાં હતાં 4 મોટા હુમલા
20 એપ્રિલે પૂંચ જિલ્લાના ભાટા દુરિયાંમાં આતંકીઓ દ્વારા એનએચ-144 એ પર કરવામાં આવેલા હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયાં હતાં. તે બાદ 7 મે 2023એ કરવામાં આવેલા અન્ય આતંકી હુમલામાં પાંચ કમાન્ડો સહિત એક આર્મી મેજર શહીદ થઈ ગયાં હતાં. આ હુમલો રાજૌરીના જંગલોમાં કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બર 2023એ રાજૌરી જિલ્લાના બાજીમાલમાં આતંકી અથડામણમાં બે આર્મી કેપ્ટન સહિત પાંચ જવાન શહીદ થઈ ગયાં હતાં. 21 ડિસેમ્બરે થયેલા એક અન્ય આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતાં. આતંકીઓ દ્વારા આ હુમલો પૂંચમાં ડેરાની ગલી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
2024માં અત્યાર સુધી થયાં છે 4 મોટાં હુમલા
2024માં જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી 4 મોટાં આતંકી હુમલા થઈ ચૂક્યા છે. જેમાં સૌથી પહેલો હુમલો 4 મે એ થયો હતો. આ હુમલામાં એક આઈએએફ અધિકારીનું મોત થઈ ગયું હતું. આ હુમલો પૂંચમાં કરવામાં આવ્યો હતો. તે બાદ 11 જૂન કટુહામાં થયેલા આતંકી હુમલામાં એક સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયો હતો. 8 જુલાઈએ કટુહાના બડનોતા ગામમાં થયેલા આતંકી હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયાં હતાં અને સાથે જ એક આતંકી પણ માર્યો ગયો છે. તાજેતરમાં જ 15 જુલાઈએ થયેલા હુમલામાં આર્મી કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થઈ ગયાં છે.