સિક્કિમમાં પૂરથી 14ના મોત, 22 સૈનિકો સહિત 102 લોકો હજુ પણ લાપતા, 3 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા

પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 હજારથી પણ વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું

વિનાશક પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સિક્કિમમાં પૂરથી 14ના મોત, 22 સૈનિકો સહિત 102 લોકો હજુ પણ લાપતા, 3 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા 1 - image


Sikkim Flash Floods: સિક્કિમમાં ગઈકાલે વાદળ ફાટ્યા (Sikkim Cloudburst) બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક (Floods in the Teesta River) પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. આ અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયાનો અહેવાલ છે. 

પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા 

ગઈકાલે આવેલા વિનાશક પૂરમાં સેનાના 22 જવાનો સહિત 102 લોકો હજુ પણ લાપતા છે તેમજ 26 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન (search operation is still going on) ચાલુ છે અને NDRFની ટીમ તૈનાત રાખવામાં (NDRF team is deployed) આવી છે. પૂરના કારણે નેશનલ હાઈવે 10 પણ ધોવાઈ ગયો છે તેમજ તિસ્તા નદીના જળસ્તરમાં 15થી 20 ફૂટનો વધારો થયો છે. સિક્કિમમાં આવેલા પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 હજારથી પણ વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં (1 thousand people have been evacuated from flood affected areas) આવ્યું છે જેમાં પર્યટકનો પણ સમાવેશ થાય છે.

ત્રણ હજાર પ્રવાસીઓ ફસાયા

સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે જણાવ્યું હતું કે દેશના અલગ-અલગ ભાગોમાંથી લગભગ ત્રણ હજાર પ્રવાસીઓ પૂર પ્રભાવીત વિસ્તારોમાં (Three thousand tourists strande) ફસાયેલા છે. તેમણે કહ્યું કે ચુંગથાંગમાં તિસ્તા ફેઝ થ્રી ડેમ પર કામ કરતા ઘણા કર્મચારીઓ પણ ફસાયેલા છે. આ ઉપરાંત મુખ્ય સચિવે જણાવ્યું હતું કે પૂરના કારણે રસ્તાઓ અને પુલ સહિત અન્ય માળખાગત સુવિધાઓને વ્યાપક ( extensive damage to other infrastructure) નુકસાન થયું છે જેમાં લગભગ 14 પુલ ધરાશાયી થયા છે, જેમાંથી નવ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) હેઠળના છે અને પાંચ રાજ્ય સરકારના છે. 

સિક્કિમમાં પૂરથી 14ના મોત, 22 સૈનિકો સહિત 102 લોકો હજુ પણ લાપતા, 3 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા 2 - image

ISROએ શું કહ્યું?

સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ અચાનક આવેલા પૂરને કારણે રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો મોટો હિસ્સો (hydroelectric project was washed) ધોવાઇ ગયો હતો અને ડઝનબંધ લોકો ગુમ થઇ ગયા હતા. ISROએ કહ્યું કે 17, 18 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે તળાવના વિસ્તારમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વાદળ ફાટવાને કારણે તળાવમાં 105 હેક્ટર પાણી વહેવાથી (lake got washed away and disappeared) ગાયબ થઈ ગયું હોવાનું જોવા મળ્યું છે. જેના કારણે અચાનક પૂર આવ્યું છે. અમે તળાવ પર સતત નજર રાખવાનું ચાલુ રાખીશું.


Google NewsGoogle News