Get The App

મહાકુંભમાં 13 વર્ષની સગીરાને દીક્ષા મુદ્દે વિવાદ: બેઠક બાદ મહંતની સાત વર્ષ માટે હકાલપટ્ટી

Updated: Jan 11th, 2025

GS TEAM


Google News
Google News
મહાકુંભમાં 13 વર્ષની સગીરાને દીક્ષા મુદ્દે વિવાદ: બેઠક બાદ મહંતની સાત વર્ષ માટે હકાલપટ્ટી 1 - image


Controversy over initiation of 13-year-old girl at Mahakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જૂના અખાડામાં તાજેતરમાં સંન્યાસી બનવા માટે જોડાયેલી 13 વર્ષની સગીરાને નિયમોની વિરુદ્ધ ગણીને અખાડામાંથી હાંકી કાઢવામાં આવી છે. તેમજ સાથે સાથે બાળકીને દીક્ષા આપનાર તેના ગુરુ મહંત કૌશલ ગિરિને પણ સાત વર્ષ માટે અખાડામાંથી બહાર કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: 'હમ બટેંગે તો...', રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર બોલ્યા CM યોગી, અયોધ્યામાં ઉત્સવ

જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રી મહંત નારાયણ ગિરિએ શનિવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અખાડાના નિયમો મુજબ 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને પ્રવેશ આપી શકાતો નથી. શુક્રવારે યોજાયેલી અખાડાની સામાન્ય સભામાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે, આ બાળકીનો પ્રવેશ રદ કરવામાં આવશે અને મહંત કૌશલ ગિરિ મહારાજને સગીર છોકરીને પ્રવેશ આપવા બદલ સાત વર્ષ માટે બહાર કરવામાં આવ્યા છે. 

અખાડાના નિયમ પ્રમાણે 25 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને જ પ્રવેશ

વધુ માહિતી આપતાં નારાયણ ગિરિએ કહ્યું કે, સગીરાને સંપૂર્ણ સન્માન સાથે તેના માતાપિતાને સોંપવામાં આવી છે. જૂના અખાડાના નિયમ પ્રમાણે 25 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને જ અખાડામાં સામેલ કરી શકાય છે. જોકે, જો માતા-પિતા સગીર છોકરાને અખાડામાં સમર્પિત કરવા માંગે છે, તો નિયમો અનુસાર તેને અખાડામાં સામેલ કરી શકાય છે.

આ પણ વાંચો: શું માતા-પિતા તેમના બાળકોને ધાર્મિક સંસ્થા કે ગુરૂને 'દાન'માં આપી શકે છે? જાણો, શું કહે છે કાયદો?

બેઠકમાં સંતોએ નારાજગી વ્યક્ત કરી 

જૂના અખાડાના આશ્રયદાતા મહંત હરિ ગિરિ, પ્રમુખ શ્રી મહંત પ્રેમ ગિરિ અને અન્ય વરિષ્ઠ સંતોએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન સંતોએ મહંત કૌશલ ગિરિ પર નારાજગી વ્યક્ત કરી હતી કે, જેમણે અખાડાને જાણ કર્યા વિના એક સગીર છોકરીને દીક્ષા આપી હતી.

આ પણ વાંચો: મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા 'ચાયવાલે બાબા': 41 વર્ષથી છે મૌન, શિષ્યોને બનાવે છે ઓફિસર

13 વર્ષની દીકરી રેખા સિંહએ ગુરુજી પાસેથી દીક્ષા લીધી

સગીરાની માતા રીમા સિંહે જણાવ્યું કે, મહંત કૌશલ ગિરિ મહારાજ છેલ્લા ત્રણ વર્ષથી તેમના ગામમાં ભાગવત કથા કરે છે. જ્યાં તેમની 13 વર્ષની દીકરી રેખા સિંહએ ગુરુજી પાસેથી દીક્ષા લીધી. તેમણે કહ્યું કે તેમની દીકરીએ સાંસારિક મોહ-માયાનો ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને સાધ્વી બનવાની વાત કરી. અમે ભગવાનની ઇચ્છા માનીને દીકરીને જૂના અખાડાને સોંપી દીધી. મહંત કૌશલ ગિરિએ રેખાને દીક્ષા આપી અને તેનું નવું નામ 'ગૌરી ગિરિ' રાખ્યું. હવે અખાડાએ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે અને મહંત અને સગીર છોકરી બંનેને બહાર કરવામાં આવ્યા છે. 


Tags :