આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર

આ મદરેસાઓના નામ બદલીને મિડલ ઈંગ્લિશ (ME) સ્કુલ રાખવામાં આવ્યું

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર 1 - image


madrassas-of-assam-closed-forever : અસામ સરકારના (assam Government) એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી ME સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. 

આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું

આસામ સરકારે ગઈકાલે એક  નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના 31 જિલ્લાઓમાં 1281 મદરેસાઓના નામ બદલીને તેમને પ્રાથમિક શિક્ષણ નિયાકની હેઠળની નિયમિત શાળાઓમાં ફેરવવામાં આવ્યા છે. આ અંગેનો રાજ્યના શિક્ષણમંત્રી પ્રધાન રનોજ પેગુએ આદેશ જાહેર કર્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર નવી શાળાઓની યાદી શેર કરી હતી અને સાથે લખ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ (SEBA) હેઠળના તમામ સરકારી અને પ્રાંતીય મદરેસાઓને સામાન્ય શાળાઓમાં ફેરવવાના પરિણામે શાળા શિક્ષણ વિભાગે 1281 મદરેસાઓના નામ બદલીને મિડલ ઈંગ્લિશ (ME) સ્કુલ રાખવામાં આવ્યું છે. 

જાન્યુઆરી 2021માં આસામ સરકારે એક કાયદો પસાર કર્યો હતો

આસામ સરકારે જાન્યુઆરી 2021માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આનાથી પ્રાઈવેટ મદરેસા સિવાય 731 મદરેસા અને અરબી કોલેજોને અસર થઈ હતી, જે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આસામ (SEBA), આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ (AHSEC) અને સ્ટેટ મદરેસા એજ્યુકેશન બોર્ડ હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ વર્ષે જ કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરતી વખતે દાવો કર્યો હતો કે તેમની સરકારે 600 મદરેસાને બંધ કરી દીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના તમામ મદરેસાઓ બંધ કરવામાં આવશે.

આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર 2 - image


Google NewsGoogle News