Get The App

2023ના હોબાળાની ઘટના બદલ રાજ્યસભાના 12 સાંસદો દોષિત, વિશેષાધિકાર સમિતિનો નિર્ણય

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
New Parliament, News Sansad of India
Image : Twitter

MPs Found Guilty: રાજ્યસભા (RajyaSabha)ની વિશેષાધિકાર સમિતિ (Privileges Committee)એ ગુરૂવારે વિપક્ષના 12 સાંસદો (MPs)ને ગયા વર્ષે ઓગસ્ટમાં સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ ગેરવર્તણૂકના દોષિત ઠેરવ્યા છે.

સમિતિએ સંજય સિંહની માફી સ્વીકારી હતી

આ 12 સાંસદોમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ પણ સામેલ છે. સમિતિએ આ 12 સાંસદોને ચેતવણી આપી છે કે તે ભવિષ્યમાં આ પ્રકારની વર્તણૂક કરવાથી બચે. ગુરુવારે વિશેષાધિકાર સમિતિએ સંસદના ઉપલા ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તેણે આપ સાંસદ સંજય સિંહને અધ્યક્ષના નિર્દેશોની અવગણના કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. સમિતિએ આ કેસમાં સંજય સિંહની માફી સ્વીકારી હતી અને માન્યું હતું કે તેમને મળેલી સજા પૂરતી છે. તેણે આપ સાંસદના સસ્પેન્શનને પણ રદ કરવાની ભલામણ કરી છે.

આ સાંસદોને દેષિત ઠેરવવામાં આવ્યા હતા

આપ સાંસદને 24 જુલાઇ, 2023ના રોજએક પ્રસ્તાવ દ્વારા સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. તેમના પર ઈરાદાપૂર્વક અધ્યક્ષના નિર્દેશોની અવગણના કરવા, વારંવાર સંસદના નિયમોનું ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંજય સિંહ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ, સુશીલકુમાર ગુપ્તા, સંદીપકુમાર પાઠક, સૈયદ નાસીર હુસેન, ફૂલો દેવી નેતામ, જેબી માથેર હિશામ, નારણભાઈ જે રાઠવા, એલ હનુમન્થેઆહ, કુમાર કેતકર, રણજીત સંજન અને ઈમરાન પ્રતાપગઢીને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

2023ના હોબાળાની ઘટના બદલ રાજ્યસભાના 12 સાંસદો દોષિત, વિશેષાધિકાર સમિતિનો નિર્ણય 2 - image


Google NewsGoogle News