Get The App

અમેરિકાએ વધુ 12 ભારતીયોનો કર્યો દેશનિકાલ, ચોથુ પ્લેન દિલ્હી પહોંચ્યું

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
અમેરિકાએ વધુ 12 ભારતીયોનો કર્યો દેશનિકાલ, ચોથુ પ્લેન દિલ્હી પહોંચ્યું 1 - image
પ્રતિકાત્મક તસવીર

12 Indians Deported from America : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોનો દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમેરિકાએ દેશનિકાલ કરેલા વધુ 12 ભારતીયોને લઈને આવેલું ચોથુ વિમાન આજે રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. આ ભારતીયોને નીકાળ્યા બાદ પનામા મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ પોતાના વતન પરત ફર્યા હતા. ગેરકાયદેસર રહેલા પ્રવાસીઓને લઈને આવેલું આ ચોથુ વિમાન હતું. આ વખતે વિમાનનું લેન્ડિંગ રાજધાની દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 12માંથી 4 પંજાબના હોવાથી તેમને ત્યાંથી પંજાબની ફ્લાઈટમાં મોકવામાં આવ્યા હતા.

299 ગેરકાયદેસર પ્રવાસીઓને ભારત ડિપોર્ટ કરાયા

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ 12 ભારતીયોને પરત લાવામાં આવ્યા છે. જેમાં પનામાથી ભારત લાવનારું ભારતીયોનું પહેલું જૂથ હતું. આ પહેલા અમેરિકાએ આશરે 299 ગેરકાયદેસરના પ્રવાસીઓને પરત મોકલ્યા હતા. પનામા અને કોસ્ટા રિકા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને દેશનિકાલ કરાયેલા સ્થળાંતરકારોને સ્વદેશ પરત મોકલવા માટે કામ કરી રહ્યા છે. જેમાં અમેરિકા અલગ-અલગ એશિયાઈ દેશોમાં ખોટી રીતે આવેલા પ્રવાસીઓને આ મધ્ય અમેરિકી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેમાં ઘરે પરત જવાનો ઈનકાર કરતા અને તેમને સરકારે સ્વીકાર કર્યો હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. 

અગાઉ પંજાબ, હરિયાણા, ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાંથી ખોટી રીતે આવેલા પ્રવાસીઓને લઈને ત્રણ અમેરિકી વિમાન 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીએ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર અમેરિકમાં પ્રવેશ કરનારા વિરૂદ્ધમાં કાર્યવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ‘ભલે ગમે તેટલો સમય લાગે, રાજકારણને સાફ કરજો’ AAPની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ

'અમેરિકી વિમાન અમૃતસર કે પંજાબમાં ન ઉતરે'

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ મંગળવારે કહ્યું કે, 'જો દેશનિકાલ કરાયેલા લોકોને લઈને અમેરિકી વિમાન ભારત આવે છે, તો તેઓ રાજ્યમાં ન ઉતરે. કારણકે આ પહેલા અમૃતસરમાં ત્રણ આ પ્રકારના વિમાનો ઉતારવામાં આવ્યા ત્યારે ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમેરિકાથી આવેલા લોકોને અમૃતસરમાં ઉતારવાને લઈને મે ઉગ્ર વિરોધ કર્યો હતો. પરંતુ મને લાગે છે કે, આ વિરોધની અસર એ થશે કે, જો કોઈ વિમાન આવે છે તો તે અમૃતસર કે પંજાબમાં ન ઉતરે.'



Google NewsGoogle News