Get The App

VIDEO: 1178 ફૂટ ઊંચા બ્રિજ પર 110 કિ.મી. ઝડપે દોડી ટ્રેન, રેલવે મંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
VIDEO: 1178 ફૂટ ઊંચા બ્રિજ પર 110 કિ.મી. ઝડપે દોડી ટ્રેન, રેલવે મંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો 1 - image


Image: Facebook

Chenab Bridge: જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાની ટ્વીટર પોસ્ટમાં આ વિશે કહ્યું છે. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ કટરા-બનિહાલ ટ્રેક પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન લગભગ 1100 ફૂટથી વધુ ઊંચા ચિનાબ પુલ પર 110 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી. આ સફળ ટ્રાયલની જાણકારી કેન્દ્રીય મંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે.

રેલવે રુટ પર અંતિમ ટ્રાયલ રન સફળ

CRS દિનેશ ચંદ દેશવાલ અનુસાર 'કટરાથી બનિહાલ સુધીનો આ રેલવે ટ્રેક ખૂબ પડકારપૂર્ણ રહ્યો છે. આ 180 ડિગ્રીના ચઢાણવાળો ટ્રેક છે પરંતુ આની પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બુધવારે આ ટ્રેન સવારે 10.30 વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને ઝડપથી દોડતાં લગભગ દોઢ કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી ગઈ. આ ટ્રેક પર આ અંતિમ ટ્રાયલ રન હતી જે સફળ રહી છે. કાશ્મીર માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવા પર નિર્ણય લીધા પહેલા તમામ ટ્રાયલ રનના એકત્ર આંકડાનું વિશ્લેષણ કરવામાં આવશે.'

રેલવે મંત્રીએ પોસ્ટ શેર કરી કહી મોટી વાત

દેશના સૌથી ઊંચા પુલ પર દોડતી આ ટ્રાયલ ટ્રેનનો વીડિયો શેર કરીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે 'ચિનાબ પુલ પર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, આ ખરેખરમાં એક ઐતિહાસિક દિવસ. જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે.' 

રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલી વીડિયો પોસ્ટમાં ટ્રેન ઝડપથી આ પુલથી પસાર થતાં જોવા મળી રહી છે. આ ટ્રેનની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક રહી. તે બાદ હવે કાશ્મીર અને દેશના અન્ય ભાગોની વચ્ચે સીધી રેલ સેવાઓની ટૂંક સમયમાં શરૂઆતની આશા વધી ગઈ છે. માત્ર ચિનાબ પુલ જ નહીં પરંતુ આ રેલવે રૂટ પર અંજી ખડ્ડ બ્રિજ પણ પડકારપૂર્ણ છે. જેની પર પણ આ ટ્રેન આ જ ઝડપથી દોડતી દેખાઈ. ચિનાબ પુલ દેશના સૌથી ઊંચા બ્રિજમાં ટોપ પર છે અને તેની સમુદ્ર તળિયેથી ઊંચાઈ 359 મીટર કે 1178 ફૂટ અને લંબાઈ 1315 મીટર (4,314 ફૂટ) છે. આ હિસાબે આ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચું છે, જે 324 મીટર ઊંચું છે. આ તૈયાર કરવામાં અનુમાનિત 14000 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

આ પણ વાંચો: ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે અકસ્માત થાય તો કેટલું વળતર મળે? જાણો કયા સંજોગોમાં કોને કેટલું વળતર મળી શકે

ગયા મહિને રેલવે ટ્રેક પર 6 ટ્રાયલ રન

ઉલ્લેખનીય છે કે બુધવારે કટરા-બનિહાલ ટ્રેક પર કરવામાં આવેલી અંતિમ ટ્રાયલ રનથી પહેલા ગયા મહિને અલગ-અલગ ખંડો પર કુલ 6 ટ્રાયલ રન પૂરી કરવામાં આવી હતી. જોકે, ઉત્તર સર્કલના રેલવે સુરક્ષા કમિશનર (સીઆરએસ) દિનેશ ચંદ દેશવાલે એ વાતની જાણકારી આપી નહીં કે ક્યાં સુધી રેલવે સેવાઓ શરૂ થઈ શકે છે પરંતુ તેમના અનુસાર અત્યાર સુધીની તમામ ટ્રાયલ સંતોષજનક રહી છે. હવે આ ડેટાનો ઉપયોગ કરીને આપણે ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરીશું અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 


Google NewsGoogle News