Get The App

મોટો અકસ્માત : હરદોઈમાં અચાનક ડીસીએમ સામે આવી જતાં બેકાબૂ થઈને ઓટો પલટ્યો, 11 લોકોના મોત

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
મોટો અકસ્માત : હરદોઈમાં અચાનક ડીસીએમ સામે આવી જતાં બેકાબૂ થઈને ઓટો પલટ્યો, 11 લોકોના મોત 1 - image


Accident in Uttarpradesh : ઉત્તરપ્રદેશમાં આજે (6 નવેમ્બર 2024) મોટો અકસ્માત સર્જાયો છે. બિલ્હોર કટરા નેશનલ હાઈવે પર અચાનક સામે આવેલા બાઈક સવારને બચાવવા માટે DCM ચાલકે બ્રેક લગાવી. જેના કારણે DCM રોડ પર ફસાઈ ગયો. જેને લઈને મુસાફરો સવાર ઓટો રિક્ષાએ પણ અચાનક બ્રેક લગાવી. તેનાથી ઓટો રિક્ષા પલટી ગઈ. ઓટોમાં સવાર 11 લોકોના મોત થઈ ગયા, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. એક બાઈક સવાર પણ ઈજાગ્રસ્ત થયો.

બે ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજ હરદોઈમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એકને લખનઉં રિફર કરાયા છે. એકની સારવાર સીએચસીમાં ચાલી રહી છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે યુવક કિશોર, બે બાળકો અને એક માસૂમ સામેલ છે. જેમાં સાસુ-વહૂ, મા-દીકરી, મહિલા અને દીકરો પણ સામેલ છે. બિલગ્રામ કોતવાલી વિસ્તારના બિચપુરિયા અલ્લીગઢ નિવાસી રમેશ (40)ની બહેન ગીતાનું મોત મંગળવાર મોડી રાત્રે મહમૂદપુર ગામમાં થઈ ગયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રમેશભાઈ બુધવાર બપોરે બાઈક લઈને જઈ રહ્યા હતા.

આ પણ વાંચો : 'માટીમાં મિલાવી દઈશું...' હવે લોરેન્સ બિશ્નોઈને જ મળી ધમકી, જાણો કોણ છે ધમકાવનાર 'નવાબ'

મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકી અને એક બાળક સામેલ

બિલ્હોર કટરા રોડ પર રોશનપુર ગામ નજીક તેઓ નર્સરી તરફ વળ્યા. આ દરમિયાન બિલગ્રામ તરફથી આવી રહેલ DCMએ અચાનક બ્રેક લગાવી. જેના કારણે DCM ફસાઈ ગયો અને બાઈકને ટક્કર મારી દીધી. સામેની સાઈડથી આવી રહેલા ઓટો ચાલકે પણ DCM ફસાયેલું જોઈને બ્રેક લગાવી અને નજીક જઈને પલટી ગયો. ઘટનામાં બાઈક સવાર રમેશ સહિત ઓટોમાં સવાર 13 લોકોમાંથી સાતના ઘટના સ્થળે મોત થઈ ગયા. જ્યારે ત્રણ લોકોને સ્વાસ્થ્ય કેન્દ્ર બિલગ્રામમાં અને એકને હરદોઈ મેડિકલ કોલેજમાં મૃત જાહેર કરી દેવાયા.


મૃતકોમાં બિલગ્રામ કોતવાલી વિસ્તારના ઈટૌલી ગામના રહેવાસી રાજારામની પત્ની નીલમ (60) અને તેના ભત્રીજા રાકેશની પત્ની રાધા (30), રાધાની બહેન નિર્મલા (40), માધુરી (37), માધૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પટિયનપુરવા નિવાસી આલોકના પત્ની સુનીતા (35) અને પુત્રી આશી (11), માધૌગંજ વિસ્તારના પટેલનગર પૂર્વના રહેવાસી સત્યમ કુશવાહા (20), સુરસા વિસ્તારના સર્રા સથરા નિવાસી વિમલેશ (17), સાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુર્રા ગામની રોશની (26), તેની પુત્રી વંશિકા (1)ની ઓળખ થઈ છે.

આ પણ વાંચો : પાવાગઢ: મહાકાળી મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો, 78 લાખના આભૂષણ ચોરી કરી ટ્રકમાં છૂપાવ્યા હતા

ઘાયલોમાં માધૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પહુંટેરાના રહેવાસી રમેશ, સંજય (37), તેનો ભત્રીજો આનંદ (22) અને ગુરાના રહેવાસી બલેશ્વર (30)નો સમાવેશ થાય છે. રમેશ અને સંજય મેડિકલ કોલેજ, હરદોઈમાં સારવાર હેઠળ છે. બલેશ્વર સીએચસીમાં સારવાર હેઠળ છે. આનંદને લખનઉ રીફર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News