Get The App

ક્રિકેટર્સને 11 કરોડ આપવા હોય પોતાના ખિસ્સાંમાંથી આપો: મહારાષ્ટ્રમાં ઈનામ પર ભડક્યો વિપક્ષ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
ક્રિકેટર્સને 11 કરોડ આપવા હોય પોતાના ખિસ્સાંમાંથી આપો: મહારાષ્ટ્રમાં ઈનામ પર ભડક્યો વિપક્ષ 1 - image
Image Twitter 

Achievements of cricketers:  મહારાષ્ટ્રમાં વિપક્ષ કોંગ્રેસ અને શિવસેનાએ ટી20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમને 11 કરોડ રુપિયા રુપિયાનું ઈનામ આપવાની એકનાથ શિંદેની સરકારે જાહેરાત કરી હતી તેના પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યા કે, આવું કરીને સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે. આ સાથે વિપક્ષી દળોએ  કહ્યું કે, "અમને ક્રિકેટર્સની ઉપલબ્ધિ પર ગર્વ છે, પરંતુ રાજ્યના ખજાનામાંથી 11 કરોડ રુપિયા આપવાની કોઈ જરુર નથી. અને મુખ્યમંત્રીએ આ રકમ આપવી હોય તો પોતાના ખિસ્સામાંથી આપે." ભાજપના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કોંગ્રેસ પર પલટવાર કરતા આ મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.

રાજ્યની તિજોરીમાંથી 11 કરોડ રૂપિયા આપવાની શું જરૂર છે: વડેટ્ટીવાર

ગત શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભારતીય ક્રિકેટ ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ જાહેરાત વિધાન ભવનમાં કરવામાં આવી હતી. જ્યાં ટીમના ચાર મુંબઈ ખેલાડીઓ - કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પત્રકારો સાથે વાત કરતાં રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, “રાજ્યની તિજોરીમાંથી 11 કરોડ રૂપિયા આપવાની શું જરૂર છે? આ પોતાની પીઠ પર થપથપાવવા માટે છે... તિજોરી ખાલી થવા દો... ગરીબોને મરવા દો. પરંતુ સરકાર પોતાની પીઠ થપથપાવવી છે.

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું, “રાજ્યની તિજોરીમાંથી ખેલાડીઓને 11 કરોડ રૂપિયા ચૂકવવાની કોઈ જરૂર નથી. દરેક વ્યક્તિને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે, અને તેઓને પૂરતાપ્રમાણમાં પુરસ્કાર રાશિ મળે છે. જો મુખ્યમંત્રીને આ રુપિયા આપવા હોય તો પોતાના ખિસ્સામાંથી 11 કરોડ રૂપિયા આપે.'' વડેટ્ટીવાર કોંગ્રેસથી અને દાનવે શિવસેના (યૂબીટી)ના નેતા છે. ભાજપના નેતાએ એક મરાઠી ચેનલ સાથેની વાત કરતા કહ્યું કે, વિજય વડેટ્ટીવારના વિચાર વિકૃત અને નાના છે. આખો દેશ ટીમ દ્વારા ટી20 વિશ્વકપ જીતવા પર ખુશ છે. લોકોએ જોયું કે, કઈ રીતે ક્રિકેટ પ્રશંસકો મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટર્સ પર પોતાનો પ્રેમ અને પ્રશંસા વરસાવવા માટે મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. પરંતુ વડેટ્ટીવાર આ કાર્યક્રમને પણ રાજનીતિકરણ કરવા માગે છે.


Google NewsGoogle News