Get The App

સઉદી અરબમાં ચાલુ વર્ષમાં ૧૦૧ વિદેશી નાગરિકોને ફાંસી

સઉદી અરબમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં ૩૪ વિદેશીઓને ફાંસી આપવામાં આવી હતી

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ આંકડો ત્રણ ગણો વધારે

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News


નવી દિલ્હી, તા. ૧૮સઉદી અરબમાં ચાલુ વર્ષમાં ૧૦૧ વિદેશી નાગરિકોને ફાંસી 1 - image

સઉદી અરબમાં ચાલુ વર્ષે ૧૦૦થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે.  સમાચાર એજન્સીએ આ માહિતી માનવાધિકાર સંગઠનના સંદર્ભથી આપી છે.

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ આંકડો ત્રણ ગણો વધારે છે. શનિવારે દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર નઝરાનમાં એક યમનના નાગરિકને ડ્રગ્સના આરોપમાં ફાંસી આપવામાં આવી છે. આ સાથે જ ચાલુ વર્ષે ફાંસીની સજા મેળવનારા વિદેશીઓની સંખ્યા વધીને ૧૦૧ થઇ ગઇ છે.

વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં ૩૪ વિદેશીઓને ફાંસી આપવામાં આવી હતી. યુરોપિયન સઉદી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ઇએસઓએચઆરના કાયદાકીય નિર્દેશક તાહા અલ હજ્જીએ જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે સઉદી અરબે એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં વિદેશીઓને ફાંસી આપી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર ફાંસી આપવાના કેસમાં ચીન અને ઇરાન પછી સઉદી અરેબિયા ત્રીજા ક્રમે છે.

સઉદી અરેબિયામાં ફાંસી મેળવનારા વિદેશી નાગરિકોમાં પાકિસ્તાન, યમન, સીરિયા, નાઇજિરિયા, મિસ્ર, જોર્ડન અને ઇથોપિયાના નાગરિક સામેલ છે. પાકિસ્તાનના ૨૧, યમનના ૨૦, સીરિયાના ૧૪, નાઇજિરિયાના ૧૦, મિસ્રના ૯, જોર્ડનના ૮ અને ઇથોપિયાના સાત નાગરિકોને ફાંસી આપવામાં આવી છે.

સુડાન, ભારત અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ અને શ્રીલંકા, ઇરિટ્રિયા અને ફિલિપાઇન્સના એક-એક વ્યકિતને ફાંસી આપવામાં આવી છે.

રાજદ્વારીઓ અને કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર વિદેશી પ્રતિવાદીઓની નિષ્પક્ષ સુનાવણી થતી નથી.સજા મેળવનારા વિદેશી નાગરિક મોટા ડ્રગ ડીલરોના શિકાર બની જાય છે.

ધરપકડથી લઇને ફાંસી સુધી આરોપીઓને પોતાની વાત કોર્ટ સમક્ષ રાખવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

 


Google NewsGoogle News