1 PAN પર 1 હજાર એકાઉન્ટ.., ઓળખ વિના કરોડોના વ્યવહારો, આ રીતે Paytm RBIના રડાર પર આવ્યું
રિઝર્વ બેંકને પેટીએમમાં કેટલીક ગેરરીતિઓ મળ્યા બાદ તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
Paytm પેમેન્ટ્સ બેંકનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે
RBI fines Paytm Payments Bank for violating KYC rules : આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રિઝર્વ બેંકને પેટીએમમાં કેટલીક ગેરરીતિઓ મળ્યા બાદ તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંકના 1 હજારથી વધુ ગ્રાહકોના એકાઉન્ટ સાથે એક જ PAN સાથે જોડાયેલા હતા..
RBI બેંકિંગ લાયસન્સ રદ કરી શકે, જાણો પછી ગ્રાહકોના પૈસાનું શું થશે?
હજારો ગ્રાહકોના એક જ પાન નંબર હોવાનું જાણવા મળ્યું હતું
આરબીઆઈને ગેરરીતિની શંકા હતી, જેના વિશે બેંકને અગાઉથી ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં પણ પેટીએમ એ તેને સુધારવા માટે કોઈ પગલાં લીધાં ન હતા. આમાં સૌથી મોટી ભૂલ કેવાયસીની હતી. આરબીઆઈને તેમાં ઘણી ખામીઓ મળી હતી. એવા હજારો પેટીએમ ગ્રાહકો હતા જેમણે કેવાયસી સબમિટ કર્યા ન હતા. આ ઉપરાંત કંપનીએ તેના ઘણા ગ્રાહકો માટે કેવાયસી પણ કરાવ્યું ન હતું. આ સિવાય હજારો ગ્રાહકોના એક જ પાન નંબર હોવાનું પણ જાણવા મળ્યું હતું. રિઝર્વ બેંકને કંપનીમાં કેટલીક છેતરપિંડી થઈ રહી હોવાની આશંકા બાદ આ પગલું લીધું હતું. આરબીઆઈ અને ઓડિટર બંનેની તપાસમાં જાણવા મળ્યું કે Paytm બેંક નિયમોનું પાલન કરી રહી નથી.
પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરવામાં આવશે
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ શનિવારે કહ્યું હતું કે જો ફંડના ગેરઉપયોગના કોઈ પુરાવા મળશે તો ઈડી પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. આ વચ્ચે પેટીએમ એ સ્પષ્ટ કર્યું હતું કે કંપની અને વન97 કોમ્યુનિકેશનના CEO વિજય શેકર શર્મા મની લોન્ડરિંગ માટે ઈડીની તપાસ હેઠળ નથી. કંપનીએ કહ્યું કે કેટલાક મર્ચન્ટ ઈન્ક્વારીનો વિષય છે. બેંક આવી બાબતોમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
KYC શેના માટે હોય છે?
KYC એટલે નો યોર કસ્ટમર (Know Your Customer). જેમાં ગ્રાહકોએ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે જેથી બેંક પાસે ગ્રાહકો વિશે પૂરતી માહિતી હોય અને તેની ઓળખ થઈ શકે. કેવાયસી પ્રક્રિયાને અનુસરવી મહત્વપૂર્ણ છે.
પેટીએમને મોટું નુકસાન થયું
પેટીએમ એ 2021ના અંતમાં તેનો IPO લોન્ચ કર્યો હતો, પરંતુ ત્યારથી તેનો સ્ટોક 70 ટકાથી વધુ ઘટી ગયો છે. તેમાં પણ, છેલ્લા બે દિવસમાં પેટીએમના શેરમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ કારણે તેની માર્કેટ કેપમાં 2 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ પેટીએમના નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરી છે. અગાઉ પણ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને અનેક વખત ચેતવણી આપી હતી. બેંક લાંબા સમયથી યોગ્ય ગ્રાહક માહિતી દસ્તાવેજો વગર જ ગ્રાહકોને ઉમેરી રહી હતી. આ ઉપરાંત રૂપિયાની લેવડદેવડ પણ મર્યાદા કરતા વધુ થઈ રહી હતી.