VIDEO : 100 ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાયો, એકનું મોત અનેક ઈજાગ્રસ્ત
Bengaluru: અનેકલ (બેંગ્લોર ગ્રામીણ)માં ગ્રામીણ ઉત્સવ દરમિયાન 100 ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ગ્રામીણ એસપીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ ઘટના શનિવારે સાંજે 6:00 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે 100 ફૂટ ઊંચો રથ અચાનક ડગમગવા લાગે છે અને લોકોની ભીડ પર પડે છે.
દુર્ઘટનામાં અનેક ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી પ્રમાણે બેંગલુરુના અનેકલ નજીક હોસુરમાં ગામના એક મેળામાં મદ્દુરમ્મા દેવી જાત્રે દરમિયાન દેવીની મૂર્તિને લઈ જતો 100 ફૂટ ઊંચો રથ ભીડ પર પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રદ્ધાળુઓ આ રથ ખેંચી રહ્યા હતા, ત્યારે જ એક જગ્યા પર જઈને આ 100 ફૂટ ઊંચો રથ લોકો પર પડી જાય છે. જેના કારણે તેના પર સવાર લોકો અને આસપાસ ચાલતા લોકોમાં અફરાતફરી મચી જાય છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય મૂળની મહિલાનું શરમજનક કૃત્ય, 11 વર્ષના દીકરાની ગળું કાપી હત્યા કરી