હાઈ બોક્સ નામની એપમાં લોકોના 100 કરોડ ડૂબ્યાં, સેલિબ્રિટીઓ દ્વારા થતી એડની જાળમાં ભરાયા
Image: Freepik
Cyber Fraud: હાઈ બોક્સ નામની એપ દ્વારા મોટી કમાણીની લાલચ આપીને હજારો લોકોથી 100 કરોડ રૂપિયા ઠગી લેવાયા. લોકોને ફસાવવા માટે કંપનીએ અભિનેત્રી અને યુટ્યૂબરો પાસે પ્રચાર કરાવ્યો. આ નવા ટ્રેન્ડે એક વખત ફરી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. લોકોએ આવી લોભામણી ઓફરથી સતર્ક રહેવું જોઈએ. ગોકલપુરી રહેવાસી વીરેન્દ્ર કુમારે જણાવ્યું કે મે મારા બે પુત્રોની સાથે ગત જુલાઈમાં હાઈ બોક્સ એપ પર ઘણા બોક્સ ખરીદ્યા પરંતુ એક વખત પણ નફો થયો નહીં. તેમના ત્રણ લાખથી વધુ રૂપિયા એપમાં ફસાઈ ગયા.
ઉત્તર-પૂર્વ સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને મામલો સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરી દેવાયો. આવી જ એક એફઆઈઆર ઈફ્સો યુનિટે પણ નોંધી છે. પોલીસની પાસે 20થી વધુ ફરિયાદો આવી ચૂકી છે. હિમાંશુ અગ્રવાલ, અનન્યા ચોરસિયા અને અંકિત કુમારે એક્સ પર ઠગીનો શિકાર થવાની વાત કહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે પીડિત લોકોનો આંકડો હજારોમાં હોઈ શકે છે.
રિયા ચક્રવર્તી, એલ્વિશ યાદવે કરી જાહેરાત
વધુથી વધુ લોકોને જાળમાં ફસાવવા માટે આરોપીઓએ લાખો રૂપિયા આપીને અભિનેત્રી રિયા ચક્રવર્તી, એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન સહિત ઘણા યુટ્યૂબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરથી જાહેરાત કરાવડાવી. પોલીસનું કહેવું છે કે તે જાહેરાત કરનારને સાક્ષી બનાવશે અને તપાસમાં સામેલ થવા માટે બોલાવશે.
હાઈ બોક્સ એપ પર 300થી લઈને એક લાખ રૂપિયા સુધી લગાવવા પર એક બોક્સ મળતું હતું. બોક્સ ખોલવા પર તેમાંથી નીકળનાર સામાન આ પ્લેટફોર્મ પર એક ટકા વધુ રકમ પર ખરીદી લેવામાં આવતો હતો. જો કોઈ વ્યક્તિએ એક લાખનું બોક્સ ખરીદ્યુ તો તે સામાન હાઈ બોક્સમાં એક લાખ એક હજાર રૂપિયામાં વેચાતો હતો પરંતુ બે મહિનાથી લોકો તેમાંથી રકમ કાઢી શક્યાં નથી.