ત્રિપુરામાં 10 ટકા વિદ્યાર્થીઓને HIV/AID થયો હોવાનું જાણતાં વહીવટીતંત્ર સચિંત બન્યું

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ત્રિપુરામાં 10 ટકા વિદ્યાર્થીઓને HIV/AID થયો હોવાનું જાણતાં વહીવટીતંત્ર સચિંત બન્યું 1 - image


- રાજ્યમાં વધી રહેલા HIV/AIDના કેસો

- રાજ્યમાં 5,269 HIV/AID ના કેસો નોંધાયા છે, જે પૈકી 575 કેસોમા વિદ્યાર્થીઓના હોવાનું જાણવા મળ્યું છે

અગરતલા : ત્રિપુરામાં વધી રહેલા HIV/AIDના કેસો તેમાં પણ વિદ્યાર્થીઓમાં વધી રહેલા HIV/AIDના કેસો ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે, તેમાં રાજ્યના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ જણાવ્યું હતું સૌથી વધુ ખેદની વાત તે છે કે ત્રિપુરામાં હજી સુધીમાં ૫,૨૬૯ HIV/AIDના નોંધાયા છે. જે પૈકી ૫૭૫ કેસ તો વિદ્યાર્થીઓના નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે તેમ ડૉ. માણિક સહાએ ફરી ભારપૂર્વક કહ્યું હતું.

આ વર્ષના ઓક્ટોબર માસના અંતે રાજ્યમાં કુલ ૫,૨૬૯ HIV/AIDના કેસો નોંધાયા હતા જે પૈકી ૧,૦૨૨ મહિલાઓ, ૪૨૪૬ પુરૂષોને એક થર્ડ જેન્ડરનો સમાવેશશ થાય છે

આ અંગે ડૉ. સહાએ જણાવ્યું હતું કે આ રોગગ્રસ્તો પૈકી ૫૭૫ વિદ્યાર્થીઓ છે જે ખરેખર ચિંતાજનક છે. રાજ્યભરમાં તે અંગે જાગૃતિ લાવવા અભિયાન શરૂ કરી દેવાયું છે સાથે સલાહ-સૂચનો પણ આપવામાં આવી રહ્યાં છે. આ રોગની તપાસ માટે રાજ્ય હસ્તકની ૨૪ હોસ્પિટલો, તથા અન્ય ૧૩૩ હોસ્પિટલોમાં સંકલિત સલાહકેન્દ્રો તથા પરીક્ષણો કેન્દ્રો શરૂ કરી દેવાયાં છે. ૩ પીપીપી ઇન્ટીગ્રેટેડ કાઉન્સીલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર્સ કાર્યરત કરાયાં છે. મોબાઈલ વાન દ્વારા પણ તબીબો જુદાં જુદાં સ્થળે ફરી સલાહ સૂચનો આપી રહ્યા છે. તેમજ ટેસ્ટિંગ માટે લોહીના નમૂના લઇ તે પેથોલોજિકલ લેબોરેટરીઝમાં મોકલવામાં આવે છે. તેમ પણ મુખ્યમંત્રી ડૉ. માણિક સહાએ પત્રકારોને જણાવ્યું હતું.


Google NewsGoogle News