આઠ મહિનામાં 10 MLA, 10 MLC, 1 MP કોંગ્રેસમાં જોડાયા: દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષમાં ભાગમભાગ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
આઠ મહિનામાં 10 MLA, 10 MLC, 1 MP કોંગ્રેસમાં જોડાયા: દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષમાં ભાગમભાગ 1 - image


BRS Telangana: દક્ષિણ ભારતની એક પાર્ટી પર સંકટના વાદળ મંડરાઈ રહ્યું છે. મુશ્કેલ સમય છે અને કંઈ પણ થઈ શકે છે. વાત હવે વિધાનસભાથી નીકળીને હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચી ગઈ છે. જોકે, ભારતમાં આવું થવું કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અનેક રાજકીય પાર્ટીઓ પર સંકટનું વાદળ ઘેરાય ચૂક્યુ છે. કેટલીક પાર્ટીઓ પોતાને સંભાળી લે છે તો કેટલીક પાર્ટીઓની સ્થિતિ શિવસેના અને NCPની જેમ ટૂટીને બે ભાગમાં વહેંચાઈ જાય છે. અહીં વાત BRSની થઈ રહી છે જેની સામે અવું સીક્રેટ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં એક-એક કરીને તેના 10 વર્તમાન ધારાસભ્યો પોતાના સુપ્રીમ નેતા KCRનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેલંગાણાના પોલિટિકલ પંડિતોનું કહેવું છે કે, આ સિલસિલો ખતમ નથી થયો પરંતુ એટલો તેજ થશે કે પાર્ટી અધ્યક્ષ અને તેમના પરિવારને છોડીને કોઈ BRSનો ઝંડો ઉઠાવનાર પણ નહીં રહેશે. 

ભાજપ કરે તો ઓપરેશન લોટસ અને કોંગ્રેસ કરે તો.........?

નોંધનીય છે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી કોંગ્રેસ ભાજપ પર પોતાના સાંસદો અને ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવતી આવી છે. તેમનું કહેવું છે કે, ભાજપના કેટલાક નેતા જરૂર પડવા પર ઓપરેશન લોટસ ચલાવે છે અને હોર્સ ટ્રેન્ડિગ કરીને અમારા નેતાઓને તેમની પાર્ટીમાં સામેલ કરી લે છે. જોકે, ખુદ તેમના કેટલાક નેતાઓએ પોતે સ્વીકાર્યું છે કે તેઓ ભાજપની ભાષામાં જવાબ આપવાનું જાણે છે. કર્ણાટકમાં તો આવું થઈ ચૂક્યું છે. પરંતુ અહીં આપણે તેલંગાણાની વાત કરી રહ્યા છીએ જ્યાં BRS નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસ અમારા નેતાઓને પૈસા આપીને ખરીદી રહી છે.

કેસીઆર અને તેમની BRS પાર્ટી સંકટમાં!

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેનો આઠ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન તેમની પાર્ટીના 39માંથી 10 ધારાસભ્યો, 10 એમએલસી અને 1 રાજ્યસભા સાંસદ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. BRSને ડર છે કે વિધાનસભામાં તેને ઝીરો કરવા માટે કોંગ્રેસને માત્ર 16 વધુ ધારાસભ્યોની જરૂર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસના કેટલાક નેતાઓ ખુલ્લેઆમ દાવો કરી રહ્યા છે કે આ જુલાઈ અને ઓગસ્ટમાં મોટો ખેલ થવા જઈ રહ્યો છે. આ વખતે BRSના 16 ધારાસભ્યો પક્ષ બદલીને કોંગ્રેસમાં સામેલ થઈ જશે. સ્પષ્ટ છે કે, કોંગ્રેસના આ ઓપરેશનથી BRSમાં ખળભળાટ મચ્યો છે. આવી સ્થિતિમાં અસ્તિત્વની લડાઈ લડી રહેલ BRS પોતાના તમામ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટ પહોંચી છે.

BRSના કાર્યકારી પ્રમુખ કેટીઆરએ BRS ધારાસભ્યો સામે પ્રોટોકોલના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 15 જુલાઈના રોજ સ્પીકરને પત્ર લખીને ન્યાયની માગ કરી હતી. કેટીઆરએ કહ્યું કે જ્યારથી રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી BRSને નિશાન બનાવવામાં આવી રહી છે. અન્ય BRS નેતાઓ પણ કહી રહ્યા છે કે સ્પીકર કોંગ્રેસના છે, તેથી તેમણે પક્ષ બદલનારા ધારાસભ્યોની સદસ્યતા રદ ન કરી અને ન તો અમારા પત્રોનો કોઈ જવાબ આપ્યો. તેથી હાઈકોર્ટમાં જવું પડ્યું છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા 10 વર્ષોમાં કેસીઆર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર અને બીઆરએસ મુક્ત તેલંગાણાના વિઝનનો દાવો કરનાર ભાજપ આડકતરી રીતે BRSના મુશ્કેલ સમયમાં સાથે ઉભેલી જોવા મળે છે. ભાજપ પોતે જ હાઈકોર્ટમાં પહોચ્યું છે કારણ કે કદાચ તે પોતે જ પોતાના આઠ ધારાસભ્યો ગુમાવવાના ભયમાં છે.

BRSનો કોંગ્રેસમાં વિલય થઈ જશે!

વિધાનસભાની ચૂંટણી પહેલા જ BRSમાં પક્ષપલટાનો ખેલ શરૂ થઈ ગયો હતો. ચૂંટણી બાદ કોંગ્રેસ-ડાબેરી ગઠબંધને રાજ્યની 119 બેઠકોમાંથી 65 બેઠકો જીતી હતી. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની. આ વચ્ચે ખૈરતાબાદના કોંગ્રેસના ધારાસભ્ય દાનમ નાગેન્દ્રએ દાવો કર્યો છે કે BRSનો કોંગ્રેસમાં વિલય થઈ જશે કારણ કે તેમના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જો એક તૃતીયાંશ બહુમતી ધરાવતા ધારાસભ્યો અમારી પાર્ટીમાં આવી જશે તો BRS કાયદેસર રીતે ભંગ થઈ જશે કારણ કે સિકંદરાબાદના ધારાસભ્યના મૃત્યુ બાદ BRSના માત્ર 38 ધારાસભ્યો જ વિધાનસભામાં બચ્યા હતા. તેમાંથી 10 કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે.


Google NewsGoogle News