'ગાઝામાં 10 લાખ લોકો થયા ઘરવિહોણા, આખી દુનિયા મૌન', ઈઝરાયલની કાર્યવાહી પર ઓવૈસીનું નિવેદન

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
'ગાઝામાં 10 લાખ લોકો થયા ઘરવિહોણા, આખી દુનિયા મૌન', ઈઝરાયલની કાર્યવાહી પર ઓવૈસીનું નિવેદન 1 - image


Image Source: Twitter

- અસદુદ્દીન ઓવૈસીએ મીડિયા પર એકતરફી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેવા યુદ્ધને હવે એક અઠવાડિયાથી વધુ સમય થઈ ચૂક્યો છે. આ વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે ઈઝરાયેલ પર ગાઝાના ગરીબ લોકોને ઘરવિહોણા કરવાનો આરોપ લગાવ્યો છે.

ઓવૈસીએ કહ્યું કે, 21 લાખની વસતી વાળા ગાઝામાં 10 લાખ લોકો ઘરવિહોણા થઈ ચૂક્યા છે. ઈઝરાયેલ ઈચ્છે છે કે, બાકીના લોકોને પણ ઘરવિહોણા કરી દેવામાં આવે. આખી દુનિયા મૌન છે. દુનિયામાં સન્નાટો છે. અરે જેણે માર્યા એ લોકોને જુઓ. ગાઝાના બિચારા ગરીબ લોકોએ શું કર્યું હતું. તેમને શું કામ મારવામાં આવી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ મીડિયા પર એકતરફી રિપોર્ટિંગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મીડિયા એકતરફી રિપોર્ટિંગ કરી રહ્યું છે કે હુમલો કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે, ઈઝરાયેલ 70 વર્ષથી કબજો કરતુ આવી રહ્યું છે. તે કોઈ નથી જોતું.  તેણે પૂછ્યું કે, શું તમને ઈઝરાયેલનો અત્યાચાર નજર નથી આવી રહ્યો. 

હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના 1300થી વધુ લોકોના મોત થઈ ગયા છે જ્યારે બીજી તરફ તેના પલટવારમાં ગાઝા પટ્ટીમાં લગભગ 2000 લોકો માર્યા ગયા છે. આ સ્થિતિ વચ્ચે ઘણા દેશોએ તેમના નાગરિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓરપેશન હાથ ધર્યું છે. ભારતની સાથે બ્રિટન અને અન્ય કેટલાક પશ્ચિમી દેશોએ પોતાના લોકોને વિમાનો દ્વારા બહાર કાઢ્યા છે.


Google NewsGoogle News