તિબેટથી લઈને દિલ્હી-બિહાર સુધી, 17 કલાકમાં 10 વખત ભૂકંપના આંચકા: જાણો કારણ
10 Earthquakes From Tibet to Delhi: દિલ્હી-NCRના વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેનું એપીસેન્ટર દિલ્હી હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા 4 માપવામાં આવી છે. સવારે 5:37 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા.
તિબેટથી દિલ્હી સુધી 17 કલાકમાં પૃથ્વી 10 વાર અનુભવાયા ભૂકંપના આંચકા
તિબેટથી દિલ્હી અને બિહાર સુધી છેલ્લા 17 કલાકમાં 10 આંચકા આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ બપોરે 3:52 કલાકે તિબેટમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ પછી, બીજો આંચકો 8:59 વાગ્યે, ત્રીજો 9:58 વાગ્યે અને ચોથો 11:59 વાગ્યે અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.5 થી 4.5 સુધી માપવામાં આવી હતી. છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા બાદ તિબેટના લોકો ગભરાઈ ગયા છે. તેમજ છેલ્લા કેટલાક કલાકોમાં અરુણાચલ, તિબેટ, ઈન્ડોનેશિયા અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
દિલ્હીમાં કેમ આવ્યો ભૂકંપ?
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે દિલ્હી હિમાલયની નજીક આવેલું છે. હિમાલયની નજીક હોવાને કારણે દિલ્હીને 'સિસ્મિક ઝોન' ગણવામાં આવે છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ અથડાવવાના કારણે હિમાલયની રચના થઇ છે, જેના કારણે આ ક્ષેત્રમાં વારંવાર ભૂકંપ આવે છે.
આ સિવાય દિલ્હીની જમીન રેતાળ અને કાંપવાળી છે, જે ભૂકંપ દરમિયાન અસ્થિર બની શકે છે અને ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે કહેવાય છે કે જો દિલ્હીમાં જોરદાર ભૂકંપ આવે તો ભારે નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો: નવી દિલ્હીમાં નાસભાગ બાદ મોટો નિર્ણય, 26મી ફેબ્રુઆરી સુધી કાઉન્ટર પરથી ટિકિટ વેચાણ બંધ
જાણો દિલ્હી કયા ભૂકંપ ઝોનમાં આવે છે
ભારત ચાર સિસ્મિક ઝોનમાં વહેંચાયેલું છે - ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5. આમાંથી, ઝોન 5 એ સૌથી ખતરનાક ઝોન છે, જ્યાં મોટા ભૂકંપનું જોખમ રહેલું છે. જ્યારે, ઝોન 2 સૌથી ઓછો ખતરનાક માનવામાં આવે છે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો, તે ઝોન 4 માં આવે છે. મતલબ કે અહીં ભૂકંપનું જોખમ છે.
સિસ્મિક ઝોન હોવાને કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. તેથી દિલ્હી વિશે એવું કહેવાય છે કે જો અહીં જોરદાર ભૂકંપ આવે તો ભારે નુકસાન થઈ શકે છે.