Get The App

મહાકુંભમાં શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન, 13 અખાડાના સંતોની ડૂબકી, હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં  શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન, 13 અખાડાના સંતોની ડૂબકી, હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા 1 - image


Mahakumbh Amrit Snan: મહાકુંભમાં ગઈકાલે મોડી રાત્રે નાસભાગ બાદ સ્થિતિ કાબૂમાં આવી હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે. તેમજ સંગમ ઘાટ પર સ્થગિત કરાયેલું અમૃત સ્નાન ફરી શરુ થયું છે. દેશના જગદ્ગુરુ  શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું છે. સંગમ તરફ જઈ રહેલા અખાડાઓ, સાધુ-સંતો પર પુષ્પ વર્ષા થઈ રહી છે. એક પછી એક 13 અખાડા ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા સાધુ-સંતો પર પુષ્પવર્ષા કરાઈ હતી.

જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

મહાકુંભમાં સ્નાન કરતાં પહેલાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, 'દેશના ત્રણેય શંકરાચાર્ય આજે અહીં પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે. અમે જનતા માટે આશીર્વાદનો ધોધ વહાવી રહ્યા છીએ.' મૌની અમાસ નિમિત્તે પાંચ કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં અત્યારસુધીમાં લગભગ 20 કરોડ લોકોએ ગંગામાં સ્નાન કર્યું છે.

આ પણ વાંચોઃ Mahakumbh Stampede: રાત્રે 10 વાગ્યે એકાએક વધી ભીડ અને... નાસભાગની સંપૂર્ણ ટાઈમલાઈન

જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશેઃ શંકરાચાર્ય

નાસભાગની ઘટના અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, 'મંગળવારે (28 જાન્યુઆરી) મોડી રાત્રે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે સૌ દુઃખી છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે સાવચેત રહેવું જોઈએ. હું ભક્તોને ધીરજ રાખવા અને કુંભ ક્ષેત્રમાં વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરું છું. એવી કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં ભક્તોએ સ્નાન કરવા માટે ભેગા થવું જોઈએ. એક જ જગ્યાએ સ્નાન કરીએ તેવો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે.'



લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી: સ્વામી કૈલાશાનંદ 

આધ્યાત્મિક નેતા સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે, 'આજે અમે ગંગા પૂજન કર્યું. લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી. હું ઉત્તરપ્રદેશના વહીવટીતંત્ર અને મુખ્યમંત્રીનો 'સ્નાન' માટે કરેલી બધી વ્યવસ્થા માટે આભાર માનું છું.'


મહાકુંભમાં  શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન, 13 અખાડાના સંતોની ડૂબકી, હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા 2 - image


Google NewsGoogle News