Get The App

રમકડાંનું ગ્લોબલ હબ બનશે ભારત, યુવાઓને લોન, ખેડૂતોની બોલબાલા, બજેટની 10 મોટી જાહેરાતો

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
રમકડાંનું ગ્લોબલ હબ બનશે ભારત, યુવાઓને લોન, ખેડૂતોની બોલબાલા, બજેટની 10 મોટી જાહેરાતો 1 - image


Budget 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ બજેટમાં તેમણે અનેક મોટી જાહેરાતો કરી છે. સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારે આ બજેટમાં ખેડૂતો અને યુવાઓ પર વધુ ફોકસ કર્યું છે. 

આસામમાં બનશે યુરિયા પ્લાન્ટ

આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. નામરુપમાં બનનારા આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 12.7 લાખ મેટ્રિક ટન હશે. આ ઉપરાંત પૂર્વીય ક્ષેત્રમાં ત્રણ બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલવામાં આવશે. સરકારના આ નિર્ણયથી યુરિયાનો પુરવઠો વધારવામાં મદદ મળશે.

મેડિકલ કૉલેજમાં વધશે સીટ

સરકારે IIT પટનાના વિસ્તારનું એલાન કર્યું છે. આ ઉપરાંત પાંચ અન્ય IITમાં વધારાની માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. IITમાં 6,500 અને મેડિકલ કૉલેજમાં 75000 સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 

આ પણ વાંચો: Budget 2025: 12 લાખની આવક પર ઝીરો ટેક્સ, આ સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ધન ધાન્ય કૃષિ યોજનાનું પણ એલાન કર્યું છે. આ યોજના 100 જિલ્લામાં શરુ થશે. તેમાં લગભગ 1.7 કરોડ ખેડૂતોને સામેલ કરવાની યોજના છે. ખેડૂતોને લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની લોનની સુવિધા મળશે. સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. તેની મદદથી કૃષિ ઉત્પાદકતા વધારવાનો લક્ષ્ય છે.

નાના શહેર ઍરપોર્ટ સાથે જોડાશે

બજેટમાં કેન્દ્ર સરકારે દેશના નાના શહેરોને 88 ઍરપોર્ટ સાથે જોડવાની યોજના રજૂ કરી છે. આ ઉપરાંત પટના ઍરપોર્ટનો વિસ્તાર કરવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. તેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો લાભ મળશે.

યુવાઓને મળશે સસ્તી લોન

સરકારે સ્ટાર્ટઅપનું બજેટ વધાર્યું છે. બજેટમાં યુવાઓને સસ્તી લોન આપવાનું એલાન કર્યું છે. બીજી તરફ ભારત રમકડાંનું ગ્લોબલ હબ બનશે. તેમાં હાઇ ક્વોલિટી પર્યાવરણને અનુકૂળ રમકડાંનું નિર્માણ કરવામાં આવશે.

સ્ટાર્ટઅપને હવે 20 કરોડ સુધીની લોન મળશે

બજેટમાં MSME સંબંધિત એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર આ સેક્ટર માટે કાર્ડ જારી કરશે. સરકારે લોન મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરી છે. બીજી તરફ સ્ટાર્ટઅપ્સ માટે લોન 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 

પરમાણુ ઉર્જા પર ફોકસ

બજેટમાં નાણામંત્રીએ એલાન કર્યું છે કે, પરમાણુ ઉર્જા સંશોધન અને વિકાસ મિશન હેઠળ 5 સ્વદેશી રીતે વિકસિત નાના મોડ્યુલર પરમાણુ રિએક્ટર 2033 સુધીમાં ચાલુ થઈ જશે.

આ પણ વાંચો: Budget 2025: નવા ટેક્સ સ્લેબમાં કરદાતાઓને થશે 1 લાખ સુધીની બચત, જાણો કેવી રીતે?

મેડિકલ વિઝા સરળ થશે

કેન્દ્ર સરકારે ટુરિઝમમાં વધારો કરશે. રાજ્યોના સહયોગથી 50 પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે. બીજી તરફ મેડિકલ ટુરિઝમ માટે વિઝા સરળ કરી દેવામાં આવશે. આ સાથે જ વિઝાના નિયમો પણ સરળ કરવામાં આવશે.

1 લાખ ઘરોનું થશે નિર્માણ

કેન્દ્ર સરકારે જળ જીવન મિશનના વિસ્તારનું એલાન કર્યું છે. પીએમ આવાસ યોજના હેઠળ 1 લાખ અધૂરા ઘરને પૂર્ણ કરવામાં આવશે.

નવું ઇન્કમ ટેક્સ બિલ આવશે

આગામી અઠવાડિયે સંસદમાં એક નવું ઇન્કમ ટેક્સ બિલ આવશે. કેન્સરને હરાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ડે કેર કેન્સર સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે. જ્યારે વીમા ક્ષેત્રમાં સરકારે FDIની લિમિટ વધારીને 100 ટકા કરી દીધી છે.


Google NewsGoogle News