રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ થયો 1 લાખ કરોડનો વેપાર, દેશભરના વેપારીઓ કરશે ઉજવણી
વેપારીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં રામ મંદિરને લઈને એક લાખ કરોડથી વધુનો બિઝનેસ કર્યો
વ્યાપારી સંગઠન દ્વારા ‘હર શહેર અયોધ્યા- ઘર ઘર અયોધ્યા’ નામે રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
Image Twitter |
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે. સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ધૂમધામથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેના ઉપલક્ષ્યમાં કેટલાય પ્રકારની તૈયાર કરવામાં આવી રહી છે અને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારી જગતમાં આ કાર્યક્રમને લઈને ખૂબ ફાયદો થઈ રહ્યો છે અને વેપારીઓને કરોડોનો બિઝનેસ મળી રહ્યો છે.
રામ મંદિરના કારણે થયો આટલો બિઝનેસ
છુટક વેપારીઓનું સંગઠન એટલે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) ના જણાવ્યાં પ્રમાણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિવિધ કાર્યક્રમમાં ભક્તોનો ઉલ્લાસ વધી રહ્યો છે. જેમાં દેશભરના વેપારીઓએ એક લાખ કરોડ રુપિયાથી વધારે બિઝનેસ મળ્યો છે. કેટ અનુસાર, વ્યાપારીઓ છેલ્લા કેટલાક દિવસોમાં રામ મંદિરને લઈને એક લાખ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.
વ્યાપારી સંગઠનો દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન
કેટનું કહેવું છે કે સોમવારે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, સમગ્ર દેશમાં વેપારીઓ તેમના ધંધો ચાલુ રાખશે. વ્યાપારી સંગઠનની દ્વારા ‘હર શહેર અયોધ્યા- ઘર ઘર અયોધ્યા’ નામે રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ દિલ્હી અને દેશમાં દરેક રાજ્યોમાં વ્યાપારી સંગઠનનો 22 જાન્યુઆરીએ પોત- પોતાના બજારમાં અનેક પ્રકારના કાર્યક્રમ આયોજીત કરવાની તૈયારીઓ કરી છે. આ દરેક કાર્યક્રમો બજારમાં કરવામાં આવશે. આ રીતે દિલ્હી સહિત દેશમાં દરેક બજારો ખુલ્લા રહેશે અને વ્યાપારીઓ સામાન્ય લોકો સાથે રામ મંદિરનો જશ્ન મનાવશે